માસ્ક નહીં પહેરનારા ચેતી જજો, આ વીડિયો જોઈને ખુલી જશે તમારી આંખો

PC: jhsph.edu

દેશમાં કોવિડ-19ના કુલ દર્દીઓની સંખ્યા 77 લાખને પાર પહોંચી ગઈ છે, જેનો સીધો મતલબ એ છે કે કોરોના વાયરસનો ખતરો હજુ પણ આપણા સૌ પર મંડળાઈ રહ્યો છે. PM મોદીએ મંગળવારે દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી કોરોનાની દવા ન આવે ત્યાં સુધા માસ્ક જ આપણી દવા છે. તે સિવાય વારંવાર સાબુથી હાથ ધોવા અને બે ગજની દૂરી રાખવી જરૂરી છે.

PM મોદી સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ આ પગલાંનું પાલન કરવાનું કહેવામાં ાવ્યું હોવા છત્તાં ઘણા લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરતા નથી. જો તમને લાગતું હોય કે માસ્ક ન પહેરવાથી તમને કંઈ થશે નહીં તો તમારે આ વીડિયો એક વખત ચોક્કસથી જોવો જોઈએ.

આ વીડિયો ટ્વીટર યુઝર અરવિન્દરસૌઈને શેર કર્યો છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, હવે તમને સમજ આવ્યું. માસ્ક પહેરો. અત્યાર સુધીમાં આ વીડિયોને બે લાખ 35 હજારથી વધુ વખત જોઈ લેવામાં આવ્યો છે અને 6.8 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

ડૉક્ટર અરવિંદર સિંહે પોતાના આગામી ટ્વીટમાં કહ્યું છે કે, આ એક વિઝ્યુઅલ આર્ટ છે, જે શાનદાર એડિટીંગની સાથે મજબૂત સંદેશો આપી રહ્યો છે. અસલમાં વાયરસને જોવા માટે એક સાથે ઘણા પ્રકારના માઈક્રોસ્કોપની જરૂર પડે છે. લોકોને તેમના દ્વારા આ શેર કરવામાં આવેલો વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

લોકો આ વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે અને સાથે તેને રી-ટ્વીટ પણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે એક સર્જિકલ માસ્કને એટલું ઝૂમ કરીને બતાવવામાં આવે છે કે તમને સમજાઈ જશે કે આખરે એક માસ્ક કોરોના વાયરસથી આપણને કેવી રીતે બચાવી શકે છે. કોરોનાને કારણે દુનિયાભરમાં 4 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 10 મહિના વીતી ગયા હોવા છત્તા હજુ સુધી કોઈને કોરોના સામેની વેક્સીન શોધવામાં સફળતા મળી નથી. તેવા સમયે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જ તમને તેના કહેરથી બચાવી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp