સમીરા રેડ્ડી કેમ પહેલા બેબીના જન્મ વખતે ખુશ નહોતી?
સમીરા રેડ્ડી તેના પહેલાં બેબીના જન્મ વખતે ખુશ નહોતી. તેણે શેર કરેલા ફોટો પરથી એ સાફ-સાફ જોઈ શકાય છે. તેણે હાલમાં જ તેના ફોટાનો કોલાજ શેર કર્યો છે. એમાં પહેલાં ફોટોમાં તેના ખોળામાં તેનો દીકરો છે, પરંતુ તે ખુશ હોવાની જગ્યાએ તેના ચહેરા પર ઉદાસી જોવા મળી રહી છે.
બોલીવુડમાં એવા ઘણાં લોકો છે જેમની ધમાકેદાર એન્ટ્રી થઈ હોવા છતાં તેમને ઇન્ડસ્ટ્રીમાં એટલું કામ નથી મળ્યું અને તેમણે ઇન્ડસ્ટ્રી છોડી દીધી હોય. ‘મેને દિલ તુજકો દિયા’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર સમીરા રેડ્ડી એવી જ હિરોઇનમાની એક છે. સમીરાને આ ફિલ્મથી રાતો રાત ઓળખ તો મળી હતી, પરંતુ તે વધુ સમય માટે ઇન્ડસ્ટ્રીમાં ટકી નહોતી શકી. ગ્લેમર વર્લ્ડથી દૂર રહેતી સમીરા આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ છે.
મમ્મી બનવું દુનિયાનું સૌથી મોટું સુખ છે જે દરેક મહિલાનું સપનું હોય છે. જોકે સમીરાનો કેસ બાકી મહિલાઓથી ખૂબ જ અલગ હોય છે. સોશ્યલ મીડિયા દ્વારા તેણે લાઇફની તેની સૌથી મોટી વાત શેર કરી છે. તે પહેલી પ્રેગ્નન્સી દરમ્યાન પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો શિકાર બની હતી.
સમીરાએ પ્રૂફ રૂપે ઇન્સ્ટાગ્રામ પર બે ફોટો પણ શેર કર્યા છે. આ વિશે સમીરાએ લખ્યું હતું કે ‘મેન્ટલ હેલ્થને જોઈ નથી શકાતી, પરંતુ એ હોય છે. મેન્ટલ હેલ્ધમાં ઘણી બધી મેન્ટલ હેલ્ધ કન્ડીશન આવતી હોય છે જેમ કે એનઝાઇટી, ડિપ્રેશન, બાઇપોલર ડિઓર્ડર, PPD વગેરે. મારા માટે પોસ્ટપાર્ટમ સ્ટ્રેસ ખૂબ જ મુશ્કેલ હતો. એ વિશે હું જલદીથી એક્ટ નહોતી કરી શકી કારણ કે એ મને છે એની મને જાણ જ નહોતી. મેં જે ફોટો શેર કર્યો છે એ ખૂબ જ મુશ્કેલ સમય હતો. પહેલા બેબીના જન્મ બાદ મેં ખુશ રહેવાની કોશિશ કરી હતી, પરંતુ હું નહોતી રહી શકી. હું જ્યારે આ સમયને યાદ કરું છું ત્યારે મને એ લોકોનો વિચાર આવે છે જે લોકો પોતાને લઈને સારું ફીલ નથી કરી શકતા. તમે એકલા નથી. મુશ્કેલ સમયમાં એકમેકને સાથ આપવો ખૂબ જ મહત્ત્વનું છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp