સતપાલજી મહારાજની પ્રેરણાથી ગુજરાતના બાળકોને વિશેષ મદદ

PC: jagranimages.com

સતપાલ જી મહારાજની પ્રેરણાથી મિશન એજ્યુકેશન અંતર્ગત ગુજરાતના સુરત જિલ્લાની 30 સ્કૂલોમાં ભણતા જરૂરિયાત મંદ એવા 16,385 વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો સહિતની સામગ્રી મોકલવામાં આવી. આ સહાયમાં સિલીગુડીનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું.

આ પ્રોગ્રામ અંતર્ગત પૂર્વાંચલના અનેક વિદ્યાર્થીઓ પણ સેવા પૂરી પાડવા ગુજરાત પહોંચ્યા છે. આ પ્રસંગે સતપાલ જી મહારાજે 17,268 કિલો સ્ટેશનરીનું વિતરણ 2 અને 3 ડિસેમ્બરના રોજ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, માનવ ઉત્થાન સેવી સમિતિ દ્વારા મિશન એજ્યુકેશન અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરુ પાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આથી જ અનેક ઠેકાણેથઈ પાઠ્ય પુસ્તકો એકઠી કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે પણ સમિતિના સદસ્યો દ્વારા દરવર્ષે વિશેષ યોગદાન આપવામાં આવે છે. આ બાળકોને આધ્યાત્મના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

આ પ્રસંગે અમૃતા માતા ઉપરાંત તેમના પુત્ર વિભૂ જી મહારાજ, સુયશ મહારાજ સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp