વધુ બદામ ખાવાના ગેરફાયદા પણ છે, જાણો સાઇડ ઇફેક્ટ્સ

PC: twitter.com

આપણે સૌ જાણીએ જ છીએ કે બદામ ખાવુ એ આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામમાં પ્રોટિન, ફાયબર, ગુડ ફેટ, વિટામિન-A અને મેગ્નેશિયમ જેવી વસ્તુઓ ભરપુર માત્રામાં હોય છે. એ જ કારણ છે કે તેને કોઇ પલાળીને ખાવાનું પસંદ કરે છે તો કોઇ રોસ્ટ કરીને ખાવાનું પસંદ કરે છે. બદામને સૌથી હેલ્ધી નટ્સમાંથી એક માનવામાં આવે છે. કદાચ જ કોઇ વિચારશે કે, બદામ ખાવાથી પણ કોઇ નુકસાન થઇ શકે છે. જો તમે લિમિટથી વધારે બદામ ખાઓ તો એ હેલ્ધી સ્નેકની તમારા શરીર પર સાઇડ ઇફેક્ટ દેખાવા લાગે છે. હવે તમને મનમાં સવાલ ઉઠે કે, આખરે વધારે બદામ ખાવાથી વળી શું નુકસાન થતું હશે? તો ચાલો અમે તમને જણાવી દઇએ કે વધારે પડતી બદામ ખાવાથી શું નુકસાન થાય છે.

આમ તો બદામ ફાયબરથી ભરપુર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ લિમિટ કરતા વધારે બદામ ખાશો તો કબજિયાત, પેટ ફૂલવું અને લૂઝ મોશનની પરેશાની થઇ શકે છે. એવું એટલા માટે કે આપણું શરીર વધારે પડતું ફાયબર પચાવી શકતું નથી. એવામાં જો તમે ફાયબરનું ઇનટેક વધારો, તો તમારે પાણીનો ઇનટેક પણ વધારવો પડશે. તમારા માટે સારામાં સારો રસ્તો એ છે કે તમે બદામના ઓવરડોઝથી બચો.

100 ગ્રામ (અડધો કપ) બદામમાં 25 ગ્રામ વિટામિન-E હોય છે, જ્યારે આપણને દિવસમાં વિટામિનની જરૂર 15 ગ્રામ જ હોય છે. એવામાં તમે જ વિચારી જુઓ કે 1 કપ બદામનું સેવન કરવામાં આવે તો દરરોજ વિટામિન- E જરૂરિયાત કરતા 3 ગણું વધી જશે. એ કારણે તમને કમજોરી અનુભવાશે. તમને ડાયેરિયા કે પછી આંખની પરેશાની થઇ શકે છે અને ઝાંખુ દેખાવાની સમસ્યા ઊભી થઇ શકે છે. 100 ગ્રામ બદામમાં 2.4 ગ્રામ મેગ્નિઝ હોય છે જે તમારા દરરોજની મેગ્નિઝની જરૂરિયાતથી અપર લિમિટવાળો ભાગ છે. બદામ સિવાય ઘણી વસ્તુઓ છે, જેમા મેગ્નિઝ હોય છે. જેમ કે હોલ ગ્રેન, ચા, લીલા શાકભાજીઓ વગેરે. એવામાં શરીરમાં જો મેગ્નિઝની માત્રા વધારે પડતી થઇ જાય તો બ્લડપ્રેશરની દવાઓ, એન્ટિબાયોટિક્સ અને લેક્સેટિવ્સ જેવી દવાઓની અસર ઓછી થવા લાગે છે.

બદામમાં ફેટ અને કેલેરીની માત્રા પણ વધારે હોય છે. 100 ગ્રામ બદામમાં 50 ગ્રામ મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમારા હૃદય માટે ફાયદાકારક છે. જો તમારી લાઇફસ્ટાઇલ એવી છે કે તમને વધારે ફિઝિકલ એક્ટિવિટી નથી કરવી પડતી અને કેલેરી બર્ન થવાનો કોઇ ચાન્સ નથી તો વધારે બદામ ખાવાથી શરીરમાં ફેટ જમાં થવા લાગશે અને તમારું વજન પણ વધવા લાગશે. બદામમાં એક રીતનું પ્રોટીન જોવા મળે છે જેનાથી કેટલાક લોકોને ઓરલ એલર્જી થવાની સંભાવના વધી જાય છે. ઓરલ એલર્જીમાં મોઢા પર ખંજવાળ આવે છે અને ગળા અને હોઠ પર સોજો આવવાની સમસ્યા થઇ શકે છે. 

જો બદામનું સેવન વધારે થઇ જાય અને એલર્જી વધી જાય તો ઉલ્ટી, ચક્કર, લો બીપી અને માથાના દુ:ખાવાની સમસ્યા ઉદ્દભવી શકે છે. FDA એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, દરરોજ એક તૃતિયાંશ એટલે કે લગભગ 40 ગ્રામ (10-15)થી વધારે બદામ ન ખાવી જોઇએ. સાથે જો તમે બદામ પલાડીને ખાઓ તો તેમાં રહેલું ફાયબર પણ પચાવવામાં સહેલું થઇ જશે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp