અઠવાડિયાના આ દિવસે લોકોને આવે છે સૌથી વધુ હાર્ટ એટેક, રિસર્ચમાં ખુલાસો
બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટ અને રોયલ કોલેજ ઓફ આયર્લેન્ડ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં હાર્ટ એટેકને લઇને એક અજીબ વાત સામે આવી છે. આ રિસર્ચમાં હાર્ટ એટેક સાથે સંકળાયેલા એક ખાસ દિવસ વિશે જણાવવામાં આવ્યું છે. આ રિસર્ચ અનુસાર, અઠવાડિયાના કોઈ ખાસ દિવસે એટલું વધારે ઇમોશનલ અને પ્રોફેશનલ સ્ટ્રેસ હોય છે કે ઘણા બધા લોકો હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. એટલું જ નહીં, આ સ્ટડી અન્ય પણ ઘણી બધી બાબતો જણાવે છે.
આ સ્ટડી અનુસાર, કોઈ અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે સૌથી વધુ હાર્ટ એટેક આવે છે. બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટ અને આયર્લેન્ડમાં રોયલ કોલેજ ઓફ સર્જન્સના શોધકર્તાઓએ 2013 અને 2018ની વચ્ચે સમગ્ર આયર્લેન્ડમાં 10528 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું, જે સૌથી ગંભીર પ્રકારના હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
તેને એસટી-સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફ્રક્શનના રૂપમાં ઓખળવામાં આવે છે અને એ ત્યારે થાય છે જ્યારે એક પ્રમુખ કોરોનરી ધમની એટલે કે આર્ટરી સંપૂર્ણરીતે બ્લોક થઈ જાય છે. આ તમામ ઘટનાઓ સોમવારે થઈ અને તેના પરથી જાણકારી મળી છે કે, સોમવારનો દિવસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.
સોમવારે કામકાજી અઠવાડિયાની શરૂઆત થાય છે. તેમા માનસિક જ નહીં પરંતુ, શારીરિક સ્વાસ્થ્ય પર પણ પ્રેશર રહે છે. મગજમાં તમામ પ્રકારની વસ્તુઓની સાથે સ્ટ્રેસ વધેલું હોય છે અને બીપી વધેલું હોય છે. સાથે જ તેમા કામ પર પાછા જવાનો તણાવ હોય તો ફરી એકવાર વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમત ભેગી કરવી પડે છે. આ શારીરિક અને ભાવનાત્મક તણાવથી એડ્રેનાલાઈન અને કાર્ટિસોલ જેવા હોર્મોનનું પ્રોડક્શન વધી જાય છે, જે હાર્ટ એટેકને ટ્રિગર કરી શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સૌથી ખતરનાક હાર્ટ એટેક સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન (STEMI) હોય છે. તેમજ, શોધમાં એ વાતનો ખુલાસો થયો છે કે, આ હાર્ટ એટેક પણ સોમવારના દિવસે જ વધુ આવે છે. તેને પગલે વ્યક્તિની બોડીની ધમનીઓ બ્લોક થઈ જાય છે, જેને કારણે મગજમાં ઓક્સિજનની સપ્લાઈ અટકી જાય છે. એવામાં પીડિતને હાર્ટમાં સખત દુઃખાવાનો અનુભવ થાય છે, જે તેના મોતનું કારણ બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp