વજન ઘટાડવાની આ 5 રીત તમને પહોંચાડી શકે છે નુકશાન

PC: bellefleurphysio.com

વજન ઓછુ કરવા માટે એક હેલ્દિ અને બેલેન્સ ડાયેટ લેવાની સાથે સાથે રોજ યોગ-વ્યાયામ કરવુ ફાયદાકારક રહે છે. પરંતુ લોકો અલગ અલગ રીતોથી વજન ઓછુ કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો ઘણુ ઓછુ ખાઇને તો કેટલાક જરુરતથી વધારે વર્કઆઉટ કરીને વજન ઓછુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ એવુ કરવુ હાનિકારક થઇ શકે છે. આવો જાણીએ કે વજન ઓછુ કરવા માટે કઇ રીત અપનાવી જોઇએ.

ફેટબર્ન ક્રીમનો ઉપયોગ

ફેટને ઓછુ કરવા માટે જેલ અને ક્રિમનો ઉપયોગ કરવાથી મોટાપો ઓછો નથી થતો. આ ક્રિમ કોશિકાઓથી સેલ્યુલાઇટ ઓછી કરે છે પરંતુ એકલા મોટાપાને ઘટાડવામાં કારગર નથી નિવડતી. એવામાં એનાથી વજન ઓછુ કરવાનુ સપનુ જોવુ ફક્ત મનનુ વહેમ હોય છે.

ઓછુ ખાવુ

ઘણા લોકો ફકત એક જ ખાદ્ય પદાર્થનુ સેવન કરીને ડાઇટીંગ કરે છે અથવા પછી ઘણુ ઓછુ ખાય છે. એવુ કરવાથી વજન ઓછુ નથી થતુ પરંતુ શરીરમાં ઉર્જા ઓછી થઇ જાય છે. ઝડપથી પાતળા થવા માટે જરુરતથી ઓછુ ખાવુ વજન ઓછુ કરવાની ખરાબ રીત છે તેને ન અપનાવો.

ફેટ બર્ન કૈપ્સૂલ

ફેટ બર્ન કરવા માટે જે દવાઓ તમે લો છો તેના સાઇડ ઇફેક્ટ શરીરના અન્ય ભાગ પર પણ દેખાય છે. ફેટ બર્ન કરવા માટે કેપ્સૂલનુ સેવન ન કરવુ જોઇએ.

ગ્રીન ટી

વજન ઓછુ કરવા માટે ગ્રીન ટી ફાયદાકારક હોય છે પરંતુ જરુરતથી વધારે ગ્રીન ટી પીવી પણ સ્વાસ્થ્ય માટે સારી નથી એટલા માટે વજન ઓછુ કરવા માટે વધારે ગ્રીન ટી ના પીવો.

સોના બેલ્ટ

વજન ઓછુ કરવા માટે સોના બેલ્ટનો ઉપયોગ કરવાથી ફક્તને ફક્ત પસીનો આવે છે જેનાથી વોટર વેટ ઓછુ થાય છે. આ વજન ઓછુ કરવા માટે એટલી અસરદાર રીત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp