સમોસામાંથી નિકળી ગરોળી, પિતા-પુત્રીની તબિયત બગડી
જો તમને બહારનું ગરમ ખાવાનો ચટાકો હોય તો આ સમાચાર એકવાર વાંચી લેજો. ઉત્તર પ્રદેશમાં એક દુકાનમાંથી ખરીદેલા ગરમ ગરમ સમોસમાંથી મરેલી ગરોળી નિકળી છે.
ઉત્તર પ્રદેશના હાપુડમાં મીઠાઈની દુકાનમાંથી ખરીદેલા સમોસામાંથી મરેલી ગરોળી નીકળવાનો મામલો સામે આવ્યો છે. સમોસા ખાનારા પિતા-પુત્રીની તબિયત લથડી હોવાનો પણ આરોપ છે.
એક વ્યક્તિએ તેમના વિસ્તારની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી તેના પરિવાર માટે ગરમ સમોસા મંગાવ્યા હતા. એક સમોસું પુરુ કર્યું અને બીજું સમાસું ખાઇ રહ્યા હતા ત્યાં જ તેમની દીકરીનો ફોન આવ્યો કે સમોસામાંથી એક ગરોળી નીકળી હતી. આ સાંભળીને દોઢ સમોસા ખાનાર વ્યક્તિની હાલત ખરાબ થઈ ગઇ હતી અને તેણે ઉલટીઓ કરવા માંડી હતી.
ઉત્તર પ્રદેશના હાપુડમાં પૂજા સ્વીટ્સની દુકાન આવેલી છે આ મિઠાઇની દુકાન આ વિસ્તારમાં ખુબ જાણીતી છે. આ દુકાનમાંથી ખરીદેલા સમોસામાંથી મરેલી ગરોળી નિકળી હોવાનો મનોજ કુમાર નામના વેપારીએ આરોપ મુક્યો છે.
મનોજ કુમારે જણાવ્યું કે તેમણે પોતાના પુત્ર પાસેથી પૂજા સ્વીટમાંથી પાંચ સમોસા મંગાવ્યા હતા. દીકરાએ તેને બે સમોસા આપ્યા અને બાકીના ત્રણ સમોસા ઘરે લઈ ગયા. મનોજ સમોસા ખાઈ રહ્યો હતો ત્યારે તેને તેની પુત્રીનો ફોન આવ્યો. પુત્રીએ તેમને સમોસા ન ખાવાનું કહ્યું કારણ કે તેમાંથી એક ગરોળી નીકળી હતી. મનોજને આ વાતની જાણ થતાં જ તેને ઉલ્ટી થવા લાગી હતી મનોજ કુમારે પૂજા સ્વીટ્સની દુકાનમાં જઇને ફરિયાદ કરી હતી.
મનોજ કુમારે પૂજા સ્વીટસની દુકાને જઇને ફરિયાદ કરી અને અન્ ગ્રાહકોને પણ વાત જણાવી હતી. દુકાન પર ભારે હંગામો મચી ગયો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ખાદ્ય વિભાગના અધિકારીઓને બોલાવીને સેંપલ કલેક્ટ કર્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સમોસા ખાધા બાદ મનોજ કુમારની પુત્રીની તબિયત પણ બગડી હતી. વેપારીએ 'પૂજા સ્વીટ્સ' પર લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફૂડ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે એકત્રિત સેમ્પલની તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
ખાવાની વસ્તુઓમાં બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. થોડી કમાણીની લ્હાયમાં દુકાનદારો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં જરાયે સંકોચ અનુભવતા નથી. આવા લોકો સામે કડક હાથે કાર્યવાહી થવી જોઇએ
કેટલીક સરકારી શાળાઓના મધ્યાહન ભોજનમાં પણ વંદો કે મરોલી ગરોળી નિકળતી હોવાનો સમાચાર સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp