વજન ઘટાડવાના ચક્કરમાં ક્યાંક તમે દૂધ પીવાનુ તો નથી છોડી દીધુને? જાણો તેના નુકસાન

PC: bbc.com

વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન મોટાભાગના લોકો એ વાતને લઈને કન્ફ્યૂઝ રહે છે કે, શું ખાવું અને શું નહીં. ઘણી વખત વેટ લોસ પ્રોસેસ દરમિયાન લોકો દૂધ પીવાનું છોડી પણ દે છે. મોટા ભાગના લોકો તેને ડાઇટમાં સામેલ કરતા નથી પરંતુ, શું હકીકતમાં દૂધ વજન વધારે છે? એક્સપર્ટના જણાવ્યા મુજબ, દૂધ પીવાથી વજન વધતું નથી અને તેની વિરુદ્ધ કેટલાક કિલો વજન ઘટાડવામાં મદદ જરૂર કરી શકે છે. દૂધ હાઇ ક્વાલિટી પ્રોટીનનો શાનદાર સ્ત્રોત છે. તેમાં ઝિંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન B-12 અને વિટામિન-D જેવા પોષક તત્ત્વની ભરપૂર માત્રા હોય છે.

હાડકાંને મજબૂત કરવા સાથે દૂધ ડાઈઝેશન અને ઇમ્યુનિટીને પણ સારી રાખે છે, તે તમારા સંતુલિત આહારનો હિસ્સો છે એટલે દૂધ પીવાનું છોડવું નુકસાનકારક જ હશે, ફાયદાકારક નહીં. શરીરને જરૂરી પોષણ તત્ત્વ ન મળવાથી વજન ઘટાડ્યા બાદ તમને મુશ્કેલી થઈ શકે છે. વેટ લોસ પ્રોસેસમાં તમે દૂધ પી શકો છો તેનાથી વજન નહીં વધે. જો તમે વર્કઆઉટ બાદ પ્રોટીન શેક લેતા હો તો તેમાં દૂધ મિક્સ કરી લો. જો ગાયનું દૂધ ના પચતું હોય તો સોયા અને અખરોટના દૂધ જેવા પ્લાન્ટ બેઝ મિલ્ક પ્રોડક્ટ લઈ શકો છો.

એક સ્ટડી મુજબ, લૉ કેલરી ડાઈટ ફોલો કરનારા લોકોએ ડેરી ઉત્પાદનોથી દૂર રહેનારા લોકોની તુલનામાં રોજ ત્રણ વખત દૂધ ઉત્પાદનોનું સેવન કરીને વધારે વજન ઓછું કર્યું, કેટલીક સ્ટડીઝ મુજબ જે લોકો ડેરી ઉત્પાદનથી ભરપૂર ડાઈટ લે છે વજન ઓછું કર્યા બાદ પણ તેમને તેનો ફાયદો મળતો નથી. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તેના સેવનથી મેદસ્વિતા, મેટાબોલિક સિન્ડ્રોમ, ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

જો તમે પોતાનું વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો તમારે પોતાના ડાઇટમાંથી દૂધને હટાવવાની જરૂરિયાત નથી. દૂધ કે અન્ય ડેરી ઉત્પાદન પીવામાં કોઈ સમસ્યા નથી પરંતુ, વજન ઓછું કરવા માટે ઓછી કેલરીવાળું દૂધ પીવું જોઈએ. 1 કપ લો કેલરીવાળા દૂધમાં માત્ર 86 કેલરી હોય છે. ફ્લેવર્ડ મિલ્કની જગ્યાએ હંમેશાં ખાંડ વિનાનું રેગ્યુલર દૂધ જ લો. દૂધથી વજન ત્યારે વધે છે જ્યારે તમે તમારા આહારમાં અતિરિક્ત કેલરીનું યોગદાન કરો. જો દૂધ પીવાથી તમારું વજન વધે તો તેનો અર્થ છે કે તમે પોતાના આહારમાં ઘણી બધી કેલરીનું સેવન કરી રહ્યા છો, ન કે દૂધના વધુ સેવનથી વજન વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp