કાશ્મીરમાં પહેલીવાર LoC પર ભારતીય મહિલા સૈનિક તૈનાત, જુઓ Photos

PC: thenorthlines.com

ભારતીય સેનાએ પહેલીવાર પોતાની મહિલા સૈનિકોને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર તૈનાત કર્યા છે. આસામ રાઇફલની આ મહિલા સૈનિક ઉત્તર કાશ્મીરમાં LoCથી જોડાયેલા કુપવાડામાં તૈનાત થયા છે. મહિલા સૈનિકોની તૈનાતી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે લદ્દાખમાં ભારત અને ચીનની સેના સામ સામે છે. બીજી તરફ પાકિસ્તાન પણ સતત સીઝફાયર વાયોલેશન કરી ઘૂસણખોરી કરવાની કોશિશોમાં લાગ્યું છે.

આસામ રાઇફલની મહિલા સૈનિક LoCની તરફ જતા રસ્તાઓ પર નજર બનાવી પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને દુશ્મનોના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં લાગ્યા છે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે દુર્ગમ ક્ષેત્રોમાં પહેલીવાર બંદૂક લઇ મહિલા સૈનિક જોવા મળી રહ્યા છે. જોકે, CRPFની મહિલા વાહિની બે દશકાથી ત્યાં તૈનાત છે.

નિયંત્રણ રેખા પર મહિલા સૈનિકોની તૈનાતીને લઇને સેનાનું કહેવું છે કે, સીમા પારથી થઇ રહેલા શસ્ત્રો અને નશાયુક્ત પદાર્થોના સ્મગલિંગને રોકવા માટે આ મહિલા સૈનિકોનો સહયોગ ખૂબ જ મદદગાર સાબિત થશે. પાછલા અમુક વર્ષોથી આતંકી સંગઠનો શસ્ત્રોનું સ્મગલિંગ અને નશાયુક્ત પદાર્થોની તસ્કરી માટે મહિલાઓનો સહારો લઇ રહ્યા છે. આ મહિલા સૈનિક મહિલાઓને ચેક કરી શકે છે.

મહિલા સૈનિકોની એક ટોળી LoC સાથે જોડાયેલા ટંગડાર-ટીટવાલ માર્ગ અને એક સાધના ટોપ પર ચેકઅપ પોસ્ટ પર તૈનાત છે. આ પોસ્ટથી લગભગ 15 કિલોમીટર દૂર પહોડો પર સ્થિત અગ્રિમ ચોકી પર થોડા દિવસ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આવીને પરિસ્થિતિ બાબતે માહિતી મેળવી હતી.

લગભગ 30 મહિલા સૈનિકોના દળની આગેવાની કેપ્ટન ગુરસિમરન કૌર કરી રહ્યા છે, જે આર્મી સર્વિસ કોર્પ્સથી છે. તેઓ પોતાના પરિવારના ત્રીજા પેઢીના સૈન્ય અધિકારી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મહિલા સૈનિકોને LoC તરફથી સિક્યોરિટી ચેકપોઇન્ટ્સના હેતુથી ભીડ નિયંત્રણ અને મહિલા સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

નિયંત્રણ રેખા પર તૈનાત ભારતીય મહિલા સૈનિકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને સાથે જ કહે છે કે, અમને તમારા પર ગર્વ છે.

13 લાખ સૈનિકોની ક્ષમતાવાળી ભારતીય સેનામાં 1990થી સીમિત સંખ્યામાં મહિલાઓને ઓફિસર લેવલે જ સામેલ કરી રહી છે. મહિલાઓને ઈન્ફેંટ્રીના ફાઈટિંગ આર્મ્ડ કોર્પ્સ, આર્ટિલરી જેવામાં સામેલ કરવામાં આવતા નહોતા. ભારતીય સેનાની યોજના લગભગ 800 મહિલાઓને મિલિટ્રી પોલીસમાં સામેલ કરવાની છે. જેના હેઠળ ગુનાહિત મામલા, બળાત્કાર, છેડછાડમી સાથે સાથે મિલિટ્રી ફોર્મેશનોમાં યોગ્ય અનુશાસન સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે 50 મહિલાઓની ભરતી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp