‘UPમાં BJPની હાર માટે મોદી-યોગી..’, પાર્ટીના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન

PC: gondwanauniversity.org

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઉમા ભારતીએ શનિવારે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દોષી ઠેરવવા ન જોઈએ. બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ પણ પાર્ટીનું રાજ્યમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભગવા પાર્ટીને 80 લોકસભા સીટોમાંથી માત્ર 33 સીટો મળી.

ઉમા ભારતીએ અહી મીડિયાના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો માટે મોદી અને યોગીને દોષી ઠેરવવું યોગ્ય નથી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યા બાદ પણ ભાજપ હારી હતી. એ છતા અમે અયોધ્યામાં રામ મંદિરને પોતાના એજન્ડાથી ન હટાવ્યું. અમે અયોધ્યાને ક્યારેય વોટ સાથે જોડી નથી. આ પ્રકારે હવે અમે મથુરા-કાશી (ધાર્મિક સ્થળોને લઈને વિવાદ)ને પણ વોટ સાથે જોડી રહ્યા નથી.

એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આપણે હિન્દુ સમુદાયની પ્રકૃતિ સમજવાની જરૂરી છે, જે સામાજિક વ્યવસ્થાને ધર્મ સાથે જોડતો નથી. ભાજપ નેતાએ દાવો કર્યો કે, ‘એ ઇસ્લામી સમાજ જ છે, જે સામાજિક અને ધાર્મિક વ્યવસ્થાને એકજૂથ કરીને કામ કરે છે. આ જ કારણ છે કે તેઓ સામાજિક વ્યવસ્થા મુજબ વોટ કરે છે. ઉત્તર પ્રદેશના પરિણામોનો અર્થ એ નથી કે, લોકોની ભગવાન રામ પ્રત્યે ભક્તિ ઓછી થઈ ગઈ છે.

ઉમા ભારતીએ કહ્યું કે, આપણે એ અહંકાર ન કરવો જોઈએ કે દરેક રામભક્ત ભાજપને વોટ આપશે. આપણે એ વિચારવું ન જોઈએ કે જે અમને વોટ આપતું નથી તે રામભક્ત નથી. આ (ચૂંટણી પરિણામ) કોઈ બેદરકારીનું પરિણામ છે બીજું કંઇ નથી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે કેન્દ્રમાં સરકાર ચલાવવી મુશ્કેલ નહીં હોય કેમ કે ભૂતકાળમાં ભાજપે સહયોગીના રૂપમાં તેમની સાથે સફળતાપૂર્વક સરકારો ચલાવી છે. આ અગાઉ દિવસે ઉમા ભારતીએ ગ્વાલિયરથી ભોપાલ જતી વખત શિવપુરીમાં સ્થાનિક ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp