નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે કેટલું ગોલ્ડ અને સંપત્તિ છે?
નાણા મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પાર્ટીએ મને આંધ્ર પ્રદેશ અથવા તમિલનાડુથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કરી હતી, પરંતુ મેં ઇન્કાર કર્યો હતો, કારણકે મારી પાસે ચૂંટણી લડવા માટે મોટું ફંડ નથી.
વર્ષ 2022માં નિર્મલા રાજ્યસભા સાસંદ બન્યા ત્યારે તેમણે દાખલ કરેલા નોમિનેશનમાં જે સંપત્તિ જાહેર કરી હતી તેમાં તેમની પાસે કુલ 2.53 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 1.87 કરોડ રૂપિયાની સ્થાવર મિલ્કત અને 65.55 લાખ રૂપિયાની જંગમ મિલ્કત છે.
તેમની પાસે 315 ગ્રામ ગોલ્ડ છે, જેની વેલ્યૂ 7.87 લાખ રૂપિયા હતી, પરંતુ સોનાના ભાવો વધવાને કારણે હવે આ ગોલ્ડની વેલ્યુ લગભગ 21 લાખ થઇ ગઇ છે. તેમની પાસે એક ચેતક સ્કુટર છે જે 28000માં ખરીદેલું. નાણા મંત્રી પાસે કોઇ પણ કાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp