મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ટેન્શન, ઉમેદવારે ટિકિટ પાછી આપી

PC: amarujala.com

એક તરફ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને મહાવિકાસ અઘાડી (MVA)માં સીટોની વહેંચણીને લઈને ભારે રસાકસી ચાલી રહી છે, તો બીજી તરફ ઓછી સીટોના કારણે ટિકિટની વહેંચણી અને કોંગ્રેસમાં આંતરિક બળવાની શક્યતાઓ વધી ગઈ છે. કોંગ્રેસ માટે આ એક ટેન્શન એટલા માટે પણ છે, કારણ કે પાર્ટીના એક ઉમેદવારે તેમની ટિકિટ જ પાછી આપી દીધી છે.

હકીકતમાં, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન MVA હેઠળ, NCP, કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ જૂથ વચ્ચે 85-85 બેઠકોની ફોર્મ્યુલા બનાવવામાં આવી છે અને કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધીમાં 3 યાદીઓ જાહેર કરી ચુકી છે, જેમાં કુલ 87 નામ છે. મતલબ સ્પષ્ટ છે કે, પાર્ટીએ તેના ક્વોટાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ હવે સીટોની વહેંચણીને લઈને પાર્ટીમાં તણાવ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતા સચિન સાવંતે તેમની ટિકિટ જ પાછી આપી દીધી છે.

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સચિન સાવંત તેમના સ્પષ્ટવક્તા માટે જાણીતા છે અને તેઓ તેમની પસંદગીની સીટ ન મળવાથી નારાજ છે. કોંગ્રેસે અંધેરી પશ્ચિમ બેઠક પરથી સચિન સાવંતને ટિકિટ આપી છે, પરંતુ તેઓ અહીંથી ચૂંટણી લડવા માંગતા નથી. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તે, બાંદ્રા ઈસ્ટથી ચૂંટણી લડવા માંગે છે.

સચિન સાવંતે કહ્યું કે, 'હું ત્યાંથી ચૂંટણી લડવા માંગતો હતો, પરંતુ તે મતવિસ્તાર શિવસેનાની UBT પાર્ટી પાસે ગયો. મેં અંધેરી પશ્ચિમ મતવિસ્તારમાંથી ઉમેદવારી માંગી ન હતી. જો કે, પાર્ટીના વરિષ્ઠોએ મારા પર જે વિશ્વાસ દર્શાવ્યો છે, તે બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું! પરંતુ મેં મહારાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટીના પ્રભારી રમેશ ચેન્નીથલાને પાર્ટીનો નિર્ણય બદલવા વિનંતી કરી છે.'

તેમણે વધુમાં કહ્યું કે, મેં આ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે અને મારી ઈચ્છા છે કે ત્યાં (અંધેરી પશ્ચિમ)ના કોઈ અન્ય કાર્યકરને આ ટિકિટ મળે. હું કંઈ ગુસ્સે નથી. હું પાર્ટીનો ખૂબ જ વફાદાર કાર્યકર છું. મારું માનવું છે કે, જ્યાં મેં કામ કર્યું છે ત્યાંથી ચૂંટણી લડવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે શનિવારે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને તેમાં 39 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.

પાર્ટીએ બીજી યાદીમાં 23 અને ત્રીજી યાદીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે, BJP અને શરદ પવારની આગેવાની હેઠળની NCPએ પણ 22-22 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp