DyCM અજિત પવારને તાસકમાં મળી ગઈ બેવડી ખુશી!, CM ફડણવીસ, DyCM શિંદે લડતા રહ્યા

PC: mradubhashi.com

મહારાષ્ટ્રમાં મંત્રાલયની વહેંચણી અંગે ચિત્ર સ્પષ્ટ જણાય છે. લાંબી લડાઈ પછી મહાયુતિમાં પોર્ટફોલિયોને લઈને મામલો ફાઈનલ થઈ ગયો છે. સૂત્રોનું માનીએ તો મહાયુતિએ પોર્ટફોલિયોને લઈને એક નવી ફોર્મ્યુલા નક્કી કરી છે. આ અંતર્ગત BJPના ક્વોટામાંથી 20 મંત્રીઓ બનાવવામાં આવશે, જ્યારે DyCM એકનાથ શિંદેની શિવસેના અને DyCM અજિત પવારની NCPને સમાન સંખ્યામાં મંત્રી પદ મળશે. મહાયુતિમાં પહેલા CM પદને લઈને વિવાદ થયો હતો. આ ટક્કર BJP અને શિવસેના વચ્ચે હતી. હવે પોર્ટફોલિયોને લઈને પણ વિવાદ છે અને તે પણ BJP અને શિવસેના વચ્ચે જ. CM દેવેન્દ્ર ફડણવીસ અને DyCM એકનાથ શિંદે વચ્ચે ગૃહ મંત્રાલયને લઈને ઝઘડો થયો હતો. જો કે આ બધાની વચ્ચે DyCM અજિત પવાર ચૂપચાપ બધું જોતા રહ્યા. તેમને કઈ પણ કહ્યા વગર અને કોઈપણ વિવાદ કર્યા વિના તેમની હથેળીમાં બે ખુશીઓ આવી ગઈ.

સૌ પ્રથમ, ચાલો જાણીએ કે, મહાયુતિમાં નક્કી કરાયેલા પોર્ટફોલિયો સંબંધિત નવી ફોર્મ્યુલા વિશે. સૂત્રોનું માનીએ તો, ત્રણેય નેતાઓ CM દેવેન્દ્ર ફડણવીસ, DyCM એકનાથ શિંદે અને DyCM અજિત પવારે મહાયુતિમાં પોર્ટફોલિયોને લઈને નવી ફોર્મ્યુલા બનાવી છે. આ સૂત્ર છે, 20-10-10. આ નવા ફોર્મ્યુલા હેઠળ BJP 20 પોર્ટફોલિયો પોતાની પાસે રાખશે. જ્યારે શિવસેનાના ખાતામાંથી 10 મંત્રીઓ બનાવવામાં આવશે. આ જ સંખ્યા DyCM અજિત પવારની પણ રહેશે. એટલે કે DyCM અજીત પાવર કેમ્પના પણ 10 લોકો જ મંત્રી બનશે. એનો મતલબ એ કે આ વખતે મહાયુતિ સરકારમાં શિવસેના અને DyCM અજિત પવારની NCPના એક સરખા મંત્રીઓ હશે. ગત વખતે NCP કરતા શિવસેના પાસે એક મંત્રી વધુ હતા.

હવે સવાલ એ છે કે, નવી ફોર્મ્યુલાથી DyCM અજિત પવારને કેવી રીતે ખુશી મળશે. તો આનું કારણ જાણવા જેવું છે. અત્યાર સુધી DyCM શિંદેની શિવસેના માત્ર ગૃહ મંત્રાલયની જ માંગણી કરતી ન હતી પરંતુ DyCM અજિત પવારથી પણ વધુ પોર્ટફોલિયોની માંગ કરી રહી હતી. DyCM અજિત પવારની NCPએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે, તે એકસમાન અધિકારો ઈચ્છે છે. તેને પણ શિવસેના જેવી જ પોઝિશન જોઈએ છે. હવે જો આ ફોર્મ્યુલા ફાઇનલ છે તો DyCM અજિત પવાર એક રીતે જીતી ગયા છે. કારણ કે તેમને DyCM શિંદે કેમ્પ જેટલા જ મંત્રી પદ મળવાના છે. DyCM અજિત પવાર માટે બીજી એક સારી બાબત છે, અને તે છે નાણા મંત્રાલય. સૂત્રોનું માનીએ તો DyCM અજિત પવારને પોર્ટફોલિયો ફોર્મ્યુલા હેઠળ નાણાં મંત્રાલય મળશે.

સૂત્રોનું કહેવું છે કે, BJP પોતાના જૂના મંત્રીઓને જ પોર્ટફોલિયો આપશે. DyCM અજિત પવારની NCP પણ તેના જૂના મંત્રીઓ પર જ વધુ ભરોસો કરી રહી છે. જો કે DyCM શિંદેની શિવસેના પોતાના નવા લોકોને મંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BJP ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે. BJP  DyCM એકનાથ શિંદેની માંગને સ્વીકારશે નહીં. જોકે, BJPએ ગૃહ મંત્રાલયના બદલામાં DyCM એકનાથ શિંદેની શિવસેનાને બે મહત્વપૂર્ણ મંત્રાલયો આપ્યા છે. PWD અને UD એટલે કે શહેરી વિકાસ વિભાગ શિંદે કેમ્પમાં જઈ શકે છે. DyCM અજિત પવારને ફરી નાણાં મંત્રાલય મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, ગૃહ મંત્રાલયને લઈને જ CM દેવેન્દ્ર ફડણવીસ અને DyCM શિંદે વચ્ચે લડાઈ થઈ હતી. DyCM અજિત પવારને કોઈપણ સંઘર્ષ વિના નાણાં મંત્રાલય મળી ગયું.

એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં પોર્ટફોલિયોને લઈને આજે અને આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. BJPએ 132 સીટો જીતી છે અને સૌથી મોટી પાર્ટી બની છે. શિવસેના મહાયુતિમાં બીજા સ્થાને છે, જેણે 57 બેઠકો જીતી છે. જ્યારે NCPને 41 બેઠકો મળી છે. રસપ્રદ વાત એ છે કે, શિવસેના કરતાં ઓછી બેઠકો હોવા છતાં, DyCM અજિત પવારને તેમના પોર્ટફોલિયોમાં શિવસેના જેટલી જ મંત્રી પદો મળી રહી છે. DyCM શિંદેના નેતૃત્વમાં જ્યારે મહાયુતિની સરકાર હતી ત્યારે ત્રણેય પક્ષો સહિત કુલ 29 મંત્રીઓ હતા. જેમાં CM અને બે DyCMનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં CM સહિત મંત્રીમંડળની સંખ્યા 43 છે. છેલ્લી વખત પોર્ટફોલિયો ફોર્મ્યુલા હતી, BJP-શિવસેનાના 10-10 મંત્રીઓ અને NCPના 9 મંત્રીઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp