મહારાષ્ટ્રમાં કોઇ પણ મંત્રી આ અપશુકનિયાળ બંગલો લેવા માટે તૈયાર નથી
મહારાષ્ટ્રમાં નવી સરકારના મંત્રીઓ માટે બંગલાની ફાળવણી શરૂ થઇ ગઇ છે. મલબાર હિલમાં આવેલા રામટેક બંગલામાં કોઇ પણ મંત્રી જવા તૈયાર નથી. આ બંગલા માટે બધા મંત્રીઓએ ઇન્કાર કરી દીધો છે,કારણકે, આ બંગલાને અપશુકનિયાળ માનવામાં આવે છે. યાદી મુજબ આ રામટેક બંગલો મહેસુલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેના ફાળે ગયો છે.
સૂત્રોનું કહેવું છે કે, ચંદ્રશેખર બાવનકુલે આ બંગલો મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી પંકજા મુંડે સાથે અદલા બદલી કરવાની કોશિશ કરી રહ્યા છે. આમ તો આ રામટેક બંગલો એકદમ પ્રાઇમ લોકેશન પર અને SEA ફેસિંગ છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે, જે કોઇ આ બંગલામાં રહેવા જાય છે તે ભ્રષ્ટ્રાચારના આરોપમાં ફસાઇ જાય છે અથવા બીજી વખત મંત્રી બની શકતા નથી.
સૂત્રોના કહેવા મુજબ મંત્રી પંકજા મુંડે રામટેક બંગલામાં જવા માટે તૈયાર છે, કારણકે તેમના દિવગંત પિતા ગોપીનાથ મુંડે પણ જ્યારે મંત્રી હતા ત્યારે આ જ બંગલામાં રહેતા હતા. એટલે એવું કહેવામાં આવે છે કે પંકજાનું આ બંગલા સાથે ઇમોશનલ કનેક્શન છે.
રામટેક બંગલામાં જે મંત્રીઓ રહી ચૂક્યા છે તેમનો ઇતિહાસ જોઇએ તો, છગન ભુજબળને આ બંગલો કોંગ્રેસ-NCP સરકાર વખતે મળેલો. તે સમયે તેલગી કાંડ ખુબ ચર્ચામાં આવ્યું હતું અને ભુજબળનું નામ સ્ટેમ્પ પેપર કૌભાંડમાં સામે આવ્યું હતું, જેને કારણે તેમણે મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
એકનાથ ખડસેને ભાજપ-શિવસેના ગઠબંધન વખતે 2014માં કૃષિ મંત્રી તરીકેનું પદ મળ્યું હતું. તેમને રામટેક બંગલો ફાળવવામા આવ્યો હતો. તે વખતે તેમની પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
ફરી પાછા છગન ભુજબળને આ બંગલો મળ્યો. 2019માં મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં આવી તો ભુજબળને ખાધ્ અને નાગરિક પુરવઠા મંત્રાલય મળ્યું હતું અને ભુજબળને રામટેક બંગલો મળ્યો. પરંતુ અઢી વર્ષની અંદર જ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઇ.
દીપક કેસરકર છેલ્લી મહાયુતિ સરકારમાં મંત્રી રહ્યા હતા કેસકરને રામટેક બંગલો ફાળવાવમાં આવ્યો હતો, પરંતુ આ વખતે મહાયુતિને ભારે બહુમતી મળી, પરંતુ કેસકરને મંત્રી પદ ન મળ્યું. દેવેન્દ્ર ફડણવીસે તેમનું પત્તુ કાપી નાંખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp