આ ગુજરાતી છે મહારાષ્ટ્રના સૌથી અમીર ધારાસભ્ય, 5 વર્ષમાં સંપત્તિ 557 ટકા વધી
આમ તો મહારાષ્ટ્ર મરાઠીઓનું છે, મરાઠીઓની વસ્તી વધારે છે, પરંત વર્સસ્વ ગુજરાતીઓનું વધારે છે. શેરબજાર હોય કે ડાયમંડ માર્કેટ હોય કે પછી બિઝનેસની વાત હોય મહારાષ્ટ્રમાં ગુજરાતી અવ્વલ નંબરે છે. હવે તો રાજકીય નેતાઓમાં પણ ગુજરાતી નંબર વન પર છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં 20 નવેમ્બરે ચૂંટણી છે અને ઘાટકોપર પૂર્વ પરથી ભાજપના ઉમેદવાર પરાગ શાહ છે તેમણે ચૂંટણી એફિડેવીટમાં 3383 કરોડની સંપત્તિ બતાવી છે. તેઓ મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજકીય નેતા છે.
પરાગ શાહ રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને 25 વર્ષથી ધંધો કરી રહ્યા છે. 2019માં પહેલીવાર ઘાટકોપર પૂર્વથી ધારાસભ્ય બન્યા ત્યારે તેમની સંપતિ 550 કરોડ રૂપિયા હતી. 5 વર્ષમાં તેમની સંપત્તિ 557 ટકા વધી ગઇ છે. તેમણે સૌથી વધારે રકમ મ્યુ. ફંડ અને શેરબજારમાં લગાડેલી છે જેને કારણે તેમની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp