અદાર પૂનાવાલાએ એલન મસ્કને ભારતમાં રોકાણ કરવાની આ કારણે આપી સલાહ

PC: moneycontrol.com

આમ તો હવે ટ્વીટરના માલિક એલન મસ્ક બની ગયા છે પરંતુ જો ટ્વીટરની ડીલ પૂરી ન થાય તો એલન મસ્કને અદાર પુનાવાલાએ એક સારી જગ્યાએ રોકાણ કરવા માટેની સલાહ આપી છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે હાલમાં જ ટ્વીટરને 44 અબજ ડોલરમાં ખરીદી લીધુ છે. આ સોદાના અંતિમચરણની પ્રક્રિયા ઉપર કામ ચાલી રહ્યું છે. પરંતુ જો કોઈ પણ કારણસર આ સોદો રદ્દ થાય તો અદાર પૂનાવાલાએ મસ્કને એક જગ્યાએ રોકાણ કરવા માટેની સલાહ આપી છે.

વિશ્વની સૌથી મોટી વેક્સીન બનાવનાર કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ એલન મસ્કને નવા રોકાણ માટે ટ્વીટ કરીને સલાહ આપી છે.  તેમણે લખ્યું હતું કે, હે એલન મસ્ક, જો તમે ટ્વીટરને ખરીદવાનું કામ પૂરું ન કરી શકો તો તે રૂપિયાનું રોકાણ ભારતમાં કરી શકો છો. તમે અહી ટેસ્લા કારની એક મોટી અને આધુનિક ફેક્ટરી લગાવી શકો છો. હું તમને ખાતરી આપી શકું છે કે, આ તમારું અત્યાર સુધીનું સૌથી સારું રોકાણ હશે. ભારતમાં ટેસ્લાની કાર બનાવવાને લઈને સરકાર અને એલન મસ્ક વચ્ચે ઝઘડો હજુ ચાલુ છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારનું બજાર વધ્યું છે તેમ છતાં એલન મસ્ક હજુ સુધી ભારતમાં પોતાની ટેસ્લા કારને લોન્ચ કરી શક્યા નથી.

એલન મસ્ક ભારતમાં ટેસ્લાની ફેક્ટરી લગાવતા પહેલા તૈયાર કારની આયાત કરમાં સરકાર પાસેથી રાહત મેળવવા માંગે છે. પરંતુ સરકારે ચોખ્ખું કહ્યું છે કે, જો ટેસ્લાએ ભારતમાં કાર વહેચવી હશે તો  પહેલા અહી ફેક્ટરી બનાવવી પડશે અને તે સરકારની PLI સ્કીમનો લાભ લઇ શકે છે.  આ આખા બનાવને લઈને એલન મસ્કે ભારત સરકારની સાથે થઇ રહેલા વાંધાવાળી એક ટ્વીટ કરી હતી. તે પછી કેટલાક  રાજ્યની સરકારોએ એલન મસ્કને પોતાના રાજ્યમાં પ્લાન્ટ લગાવવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમાં પશ્ચિમ બંગાળ, તેલંગાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને તમીલનાડુનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp