પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ બાદ હવે ડુંગળી રડાવવા તૈયાર, જાણો નવો ભાવ

PC: news18.com

દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી સામાન્ય પ્રજા પરેશાન છે. એવામાં રાંધણ ગેસના ભાવ વધ્યા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો થતા મોટો આર્થિક ફટકો પડ્યો છે.જોકે, થોડા દિવસ પહેલા CNG અને PNG ગેસના ભાવમાં વધારો થતા હવે પરિવહન પણ મોંઘુ બની રહ્યું છે. એવા માહોલમાં ડુંગળીના ભાવથી મધ્યમવર્ગના ખિસ્સાનું ભારણ એકાએક વધી ગયું છે. ડુંગળીના ભાવ વધતા દરેક ઘરનું બજેટ ખોરવાયું છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છૂટક ડુંગળીના ભાવ રૂ.50 સુધી પહોંચી ગયા છે. જ્યારે અમુક વિસ્તારોમાં ડુંગળી રૂ.60થી વધારે કિંમતમાં વેચાઈ રહી છે.

રીપોર્ટ અનુસાર આવનારા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં કોઈ રાહત મળે એવા એંધાણ નથી. ડુંગળીના વ્યાપારી કહે છે કે, ઓછામાં ઓછા પંદર દિવસ સુધી ડુંગળીના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય. કારણ કે રવિ પાક માર્ચ મહિનામાં ઊતરશે. એશિયાની સૌથી મોટી ફ્રુટ અને શાકભાજીની માર્કેટ આઝાદપુર માર્કેટ (દિલ્હી)માં રૂ.45 ની કિલો ડુંગળી પ્રાપ્ય હતી. જ્યારે એનો મૉડલ રેટ રૂ.31.25 રહ્યો હતો. મહારાષ્ટ્રના ડુંગળીના ઉત્પાદક વિસ્તારની મુખ્ય માર્કેટમાં પણ ભાવમાં રૂ.20થી 43 કિલો સુધીની ડુંગળી વેચાણ માટે આવી હતી.

નાસીકની ડુંગળી સૌથી વધુ ભાવે વેચાઈ રહી છે. કારણ કે, નાસિકની ડુંગળીની આવક ઓછી થઈ રહી છે. દેશમાં ડુંગળનું ઉત્પાદન મોટાભાગના ક્ષેત્રમાં થાય છે. પણ મહારાષ્ટ્રના નાસિકને ડુંગળીનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર માનવામાં આવે છે. વ્યાપારીઓ કહે છે કે, નાસિકની ડુંગળીની ક્વોલિટી સારી હોય છે અને આ ડુંગળી વધુ દિવસો સુધી ટકી શકે છે. એટલે નાસિકની ડુંગળી ઝડપથી ખરાબ થતી નથી. હોર્ટીકલ્ચર પ્રોડ્યુસ એક્સપોટર્સ એસો.ના અધ્યક્ષ અજીત શાહે જણાવ્યું હતું કે, આ સમયે ડુંગળીની આવક 30 ટકા ઘટી ગઈ છે. જેથી ગત અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં રૂ.10નો સીધો ભાવ વધારો થયો છે.

આવનારા પંદર દિવસ સુધી ડુંગળીના ભાવ ઘટે એવું લાગતું નથી. એ પછી નવો પાક ઊતરતા ભાવમાં ઘટાડો થશે. દિલ્હીની આઝાદપુર માર્કેટના વ્યાપારી તથા પેટેટો ઓનિયન મર્ચન્ટ એસો.ના સેક્રેટરી રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે, રવિ પાકની સીઝનનો પાક જ્યારે માર્કેટમાં આવશે ત્યારે એમાં ડુંગળીનો નવો ફાલ આવશે. ત્યાર બાદ ડુંગળીના ભાવમાં લગામ ખેંચાશે. હજું વીસેક દિવસ સુધી ડુંગળીના ભાવ લોકોને રડાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp