વાપીમાં સહારાની ઓફિસમાં મહિલા કેમ બની રણચંડી, જુઓ વીડિયો

વાપીના ચણોદ ખાતે આવેલી સહારા ઇન્ડિયા પરિવારની ઓફિસમાં વાપી સંખ્યાબંધ લોકોએ પોતાના પરસેવાની કમાણી જમા કરાવી હતી પરંતુ હાલ તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે. એવામાં એક મહિલાને પૈસા આપવાનીના પાડતા તે રણચંડી બની ગઇ હતી.

સંખ્યાબંધ લોકોએ થોડા થોડા કરીને નાણાં જમા કરાવ્યા હતા. હવે સમય પૂરો થઈ ગયા તે પૈસા ઉપાડ કરવા માટે લોકોએ ઓફિસના ધક્કા ખાઇ રહ્યા છે. તો મેનેજરનું કહે છે કે તમારાથી થાય તે કરી લેજો. પૈસા તો જયારે આવે ત્યારે જ મળશે. તેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બુઝુર્ગ મહિલા જે ખેતી કરી અને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં થી જે બચત થાય તે પૈસાથી એક એક રૂપિયો જોડી સહારા ઇન્ડિયા માં જમા કર્યા હતા. ત્યારે એજ પૈસા પરત લેવાનો સમય આવ્યો અને સાથે સાથ એમના છોકરાના લગ્ન હોવાથી પોતાનુા જમા કરેલા પૈસા નું ઉપાડ કરવા માટે સહારા ઇન્ડિયા ની ઑફિસમાં આવી હતી. તેમનું કહેવું છે કે  દર વખતે સહારા ઇન્ડિયા બ્રાન્ચના મેનેજર એમને ધક્કો ખવડાવે છે .છેલ્લે અંતે 1 લાખ રૂપિયા માંથી 25 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું. એ પૈસા આપવા માટે એમાં પણ અનાકાની કરે છે. બ્રાન્ચ મેનેજર કહે છે  કે સહારાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. અને જ્યાં સુધી એનું નિકાલ નહી આવે ત્યાં સુધી પૈસા કોઈ ગ્રાહકોને સમયસર ન આપી શકે. તો મહિલાનું કહેવાનું છે જો કેસ ચાલતો હતો એજન્ટ તો સમયસર આવીને પૈસા કેમ લઇ ગયા. હવે પરત આપવાનો સમય આવ્યો તો અમને કેમ પૈસા મળતા નથી. છેલ્લે મહિલા કલાકો સુધી ઓફિસના દ્વારે બેસી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp