વીડિયોમાં જુઓ ATMમાંથી કેવી રીતે ચોર તમારા પૈસા ઉપાડી રહ્યા છે

PC: intoday.in

પ્રનીત એક બિઝનેસ ફર્મમાં મેનેજર છે. એક દિવસ તે પોતાની ઓફિસમાં બેસીને કામ કરી રહ્યો હતો. ત્યારે તેનાં ફોન પર એક મેસેજ આવ્યો. મેસેજ બેંક તરફથી હતો. મેસેજ વાંચ્યો તો તેમાં લખ્યું હતું – Dear Customer, acct XX1123 has been debited for Rs. 10,000.00 on 10-Aug-18. મતલબ તમારા ડેબિટ કાર્ડ જેને ATM કાર્ડ પણ કહેવાય છે, તેનાંથી 10000 રૂપિયા કાઢવામાં આવ્યાં છે. પ્રનીતે તરત જ પોતાનું વોલેટ ચેક કર્યું તો જોયું કે ડેબિટ કાર્ડતો તેનાં વોલેટમાં જ હતો. એવામાં કોઈ કઈ રીતે તેનાં અકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે? એણે બેંકમાં કોલ કર્યોં. પોતાનો ATM બ્લોક કરાવ્યો. પ્રનીતે સાત દિવસ અગાઉ છેલ્લીવાર ATMમાંથી પૈસા કાઢ્યાં હતાં તો અચાનક આવું કઈ રીતે થયું? પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી. જે ATMમાંથી પૈસા કાઢવામાં આવ્યાં હતાં, તેનાં CCTV ફુટેજ ચેક કરવામાં આવ્યાં. આ ફટેજમાં મોઢા પર માસ્ક બાંધીને આવેલો એક વ્યક્તિ કાર્ડમાંથી પૈસા કાઢતો દેખાતો હતો. તેના આધારે જાણવા મળ્યું કે તે ATM સ્કિમિંગનો કેસ છે. ATM સ્કિમિંગ શું હોય છે, તેનાં વિશે થોડી માહિતી આપી દઈએ.

ATM સ્કિમિંગ એટલે ATMનો ડેટા ચોરી કરીને તેમાંથી પૈસા ઉપાડવા. ATM કાર્ડની પાછળ એક મેગ્નેટિક સ્ટ્રિપ અથવા ચિપ લગાડેલી હોય છે. આ સ્ટ્રિપની અંદર કાર્ડનો નંબર, બેંક અકાઉન્ટ નંબર, એક્સપાયરી ડેટ જેવી ઘણી મહત્ત્વની જાણકારીઓ હોય છે. તેમાં ATMનાં પિન નંબરની કોઈ ડિટેઈલ નથી હોતી, કારણ કે કાર્ડનો પિન નંબર બદલી શકાય છે. જ્યારે, અન્ય માહિતીઓ ATM કાર્ડ એક્સપાયર થાય ત્યાં સુધી સરખી જ રહે છે.

જ્યારે તમે ATMમાં કાર્ડ નાંખો તો તેમાં લગાડેલ કાર્ડ રીડર તેની ડિટેલ્સ વાંતીને વેરિફાઈ કરે છે કે કાર્ડનો ઉપયોગ તેનો માલિક જ કરે છે કે કેમ? આ મશીન તે ડિટેલ્સને સર્વર થ્રૂ બેંકને મોકલે છે. ત્યારબાદ મશીન પિન નંબર પૂછે છે. પિન નંબર નાંખ્યા બાદ તે વેરિફાઈ થઈ જાય છે કે કાર્ડનો ઉપયોગ તેનાં માલિક દ્વારા જ કરવામાં આવી રહ્યો છે.

હવે વાત કરીએ સ્કિમરની. સ્કિમર એક મશીન હોય છે, જેમાં એક કાર્ડ રીડર લગાડેલું હોય છે. આ સ્કિમર ATM કાર્ડ રીડરમાં લગાડવામાં આવે છે. તે દેખાવમાં કાર્ડ રીડર સ્લોટ જેવું જ હોય છે. તેમાં તમે કાર્ડ નાંખો એટલે બધી માહિતી તેમાં આવી જાય છે અને તે બધો ડેટા ચીટર્સ પાસે પહોંચી જાય છે. ત્યારબાદ આ ડીટેલ્સને ATM જેવા કાર્ડમાં નાંખીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. યુઝર જ્યારે પિન નંબર નાંખે તો તે કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે, અને તેની મદદથી ચિટર્સ સરળતાથી પૈસા કાઢી શકે છે.

આ પ્રકારનાં ફ્રોડથી બચવાનાં ઉપાયો

  • પોતાનાં કાર્ડનો ઉપયોગ બીજા કોઈને કરવા ન દો.
  • ATM મશીનનો ઉપયોગ કરતી વખતે આસપાસ જોઈ લો કે ત્યાં કોઈ અનાવશ્યક કેમેરો તો નથી લગાડવામાં આવ્યો ને. ATM પિન નાંખતી વખતે તેને બીજા હાથથી સંતાડી દો.
  • કાર્ડ રીડરમાં કાર્ડ ઈન્સર્ટ કરતાં પહેલાં ચેક કરી લો કે તેમાં સ્કિમરનો નથી લગાડ્યું ને.
  • જો તમારો કાર્ડ જૂનો થઈ ગયો હોય તો તેને નવા EVM કાર્ડથી ચેન્જ કરાવી લો, કારણ કે EVM કાર્ડમાં ઈલેક્ટ્રોનિક સ્ટ્રિપનાં બદલે ચિપ લગાડેલી હોય છે. આ ચિપનાં ડેટા સ્કિમરથી કોપી નથી કરી શકાતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp