કોરોનાની દવા બનાવનારી અમેરિકાની કંપની મૉર્ડનામાં છે અઝીમ પ્રેમજીનું રોકાણ

PC: alliancemagazine.org

દેશના સૌથી મોટા દાનવીર અને વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રેમજીનું રોકાણ અમેરિકાની બાયોટેક કંપની મૉર્ડનામાં છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. આ કંપનીએ કોરોનાની વેક્સીન બનાવી છે. માનવી પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ દવાના માનવીય પરીક્ષણના બે ચરણ હજુ બાકી છે. આ રોકાણ પ્રેમજી ઈન્વેસ્ટના માધ્યમે થયું છે. જે અઝીમ પ્રેમજીની અંગત રોકાણ શાખા છે. જે અબજો ડૉલરની મિલકતોનું પ્રબંધન કરે છે. જે ભારતમાં સૌથી મોટી ફેમિલી ઓફિસમાંથી એક છે.

સૂત્રોનું કહેવું છે કે, પ્રેમજી ઈન્વેસ્ટના માધ્યમે આ અમેરિકન કંપનીમાં 2 કે 3 કરોડ ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણ અમુક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. પ્રેમજીના આ ફંડે પોતાની અમુક હિસ્સેદારી વેચી હતી, હજુ પણ અમુક બાકી છે.

પ્રેમજીના રોકાણથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું કે, પ્રેમજી ઈન્વેસ્ટમેન્ટ ઓછો ખર્ચો કરનારી ઈમ્યુનિટી, સંભાળ અને વિતરણના ક્ષેત્રોમાં કામ કરનારી ફર્મો પર નજર રાખે છે. જેણે અમેરિકામાં 5 એવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમની પાસે આ ક્ષેત્રને જોવા માટેની એક ટીમ પણ છે. મોર્ડનામાં તેમની બોસ્ટન ટીમ દ્વારા આ રોકાણ કરવામાં આવ્યું હતું. બોસ્ટન ટીમને આ ક્ષેત્રમાં ઘણી બધી ટેક્નિકલ વિશેષજ્ઞતા છે.

1125 કરોડ રૂપિયા ડોનેટ કર્યા

ઉલ્લેખનીય છે કે, અઝીમ પ્રેમજી દુનિયાના 9 સૌથી મોટા દાનવીરોમાં સામેલ છે. હાલમાં જ તેમણે સંકટના આ સમયમાં દેશને 1125 કરોડ રૂપિયાની મદદ કરી હતી. વિપ્રો લિમિટેડ, વિપ્રો ઈન્ટરપ્રાઈઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને મળીને 1125 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. જેમાંથી 100 કરોડ રૂપિયા વિપ્રો લિમિટેડે, 25 કરોડ વિપ્રો ઈન્ટરપ્રાઈઝેઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મેસાચ્યુસેટ્સ સ્થિત કંપની Moderna Inc હાલમાં mRNA-1273 નામની દવા પર કામ કરી રહી છે. દવાના બે પરીક્ષણ કરી દેવામાં આવ્યા છે. બંનેમાં સફળતા હાંસલ થઈ છે. હવે જુલાઈથી ત્રીજા પરીક્ષણની શરૂઆત થવાની છે. જેનું પરિણામ 2020ના અંત સુધીમાં આવી શકે છે. દવાની શોધ અને નવી દવાના વિકાસ માટે કામ કરનારી આ કંપનીની કોઈપણ વેક્સીનને હાલમાં સ્વતંત્ર રીતે કોઈપણ મનુષ્ય પર ટ્રાયલ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp