અહીં એક અઠવાડિયામાં જ પૈસા થઈ શકે છે ડબલ! ઉઠાવો ફાયદો

PC: aolcdn.com

તમામ લોકોની ઇચ્છા હોય છે કે, ટૂંક સમયમાં રોકાણ ડબલ થઈ જાય, પરંતુ દરેક લોકો એવું નથી કરી શકતા. એક્સપર્ટ કહે છે કે, વધારે રિટર્ન હંમેશાં જોખમવાળી જગ્યા પર જ મળે છે. અત્યારે પ્રશ્ન એ છે કે, હાલમાં આ મોકો ક્યાં છે. તો અમે તમને એવા ઓપ્શન બતાવીએ જ્યાં એક અઠવાડિયામાં પૈસા ડબલ થવાની સંભાવના છે.

કેવી રીતે થશે ડબલ:

શેર બજારમાં રોકાણ કરવાનું એક ઓપ્શન IPO હોય છે. IPOમાં રોકાણનો ફાયદો એ હોય છે કે, લિસ્ટિંગના 3-4 દિવસમાં જ IPOની કિંમત બે ગણી થઈ શકે છે. માની લઈએ કે, કોઈ પણ IPOમાં 100 રૂપિયાના ભાવના 100 શેર તમને મળે છે અને BSE અને NSE પર લિસ્ટિંગ બાદ શેરનો ભાવ માત્ર ત્રણ દિવસમાં 200 રૂપિયા થઈ જાય છે, તો તમારી રકમ એક અઠવાડિયામાં ડબલ થઈ જાય.

શું હોય છે IPO:

IPOનો મતલબ ઇનિશિયલ પબ્લિક ઓફર્સ હોય છે. આના માટે કંપની પોતાને શેર બજારમાં લિસ્ટેડ કરાવી પોતાના શેર ઈન્વેસ્ટરને વેચવાનો પ્રસ્તાવ લાવે છે. શેર બજારમાં લિસ્ટેડ થવા માટે કંપનીએ પોતાના વિશે તમામ જાણકારી સાર્વજનિક કરવી પડે છે. જો આને આપણે સરળ શબ્દોમાં કહીએ તો, કંપની IPOના માધ્યમથી પોતાના શેર જાહેર કરે છે. આનો સરળ મતલબ એ થાય કે, કંપની મૂડી ભેગી કરવા માટે પોતાની કંપનીનો કેટલોક ભાગ વેચે છે.

ક્યાં છે મોકો:

IPOમાં રોકાણ કરી ફટાફટ સારું રિટર્ન મેળવી શકાય છે. IPO દ્વારા કંપની સમયે-સમયે ફંડ મેળવે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં બે IPO બંધન બેંક અને ભારત ડાયનામિક્સ ખૂલી ગયા છે. આ બંને IPOમાં રોકાણ કરી શકાય છે.

શું કરવું પડશે:

IPOમાં તમે પોતાના સ્તર પર સીધુ રોકાણ કરી શકો છો. જેના માટે તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. આમાં બ્રોકર દ્વારા રોકાણ કરી શકાય છે. દરેક બ્રોકર હાઉસ IPOમાં રોકાણ માટે પોતાની વેબસાઈટ પર એક અલગ સેક્શન રાખે છે. જ્યાં જઈ તમે કેટલીક સૂચનાઓ ભર્યા બાદ IPO માટે અરજી કરી શકો છો. આ સિવાય બેંકમાં જઈને પણ તમે રોકાણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, લિસ્ટિંગ સુધી તમારી રકમ બ્લોક રહેશે.

આટલી વાતનું ધ્યાન રાખો:

IPOમાં રોકાણ માટે એક નક્કી કરેલ રકમ રોકવી જરૂરી છે. પરંતુ વધારેમાં તમે કેટલાએ પૈસા લગાવી શકો છો. IPOમાં એક શેર માટે બીડ ન લગાવી શકાય. અહીં એપ્લિકેશન લોટ સાઇઝના હિસાબે હોય છે. એટલે કે તમારે અહીં એક નિશ્ચિત સંખ્યામાં સ્ટોક્સ માટે બીડ આપવી પડશે. જોકે હાલમાં જેટલા પણ IPO આવી રહ્યા છે. તેના હિસાબે એક એપ્લિકેશનમાં ઓછામાં ઓછા 12થી 15 હજાર રૂપિયા લગાવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp