ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર લગાવી શકે છે પ્રતિબંધ, આટલા ટકા વસ્તીને લાગશે ઝટકો

PC: livemint.com

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા ભારતીય રોકાણકારોમાં મંગળવારે ક્રિપ્ટો બિલની ખબરે ચિંતા વધારી દીધી છે. તેવામાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, જો ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો તે લોકોનું શું થશે, જે આમાં ભારે ભરખમ રોકાણ કરી ચૂક્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, દેશની લગભગ 8 ટકા વસ્તીએ ઘણા પ્રકારની ડિજિટલ કરન્સીમાં રોકાણ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં જેટલા લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે, તે ભારતની વસ્તીના લગભગ 8 ટકા છે.

આ રોકાણકારોએ આશરે 70 હજાર કરોડ રૂપિયા હાલમાં દુનિયાભરમાં જાણીતી બનેલી અલગ-અલગ ડિજિટલ કરન્સીમાં રોકાણ કર્યા છે. તેવામાં જો ભારત સરકાર ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લે, તો 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને બેઠેલા ભારતીયો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, 2009માં લોન્ચ કર્યા પછી 2013 સુધી માત્ર બિટકોઈન જ એકમાત્ર ડિજિટલ કરન્સી તરીકે ચલણમાં હતું.

પરંતુ હવે દુનિયાભરમાં સાત હજારથી વધુ અલગ અલગ ક્રિપ્ટોકરન્સી ચલણમાં છે. જોકે દુનિયાની સૌથી લોકપ્રિય ડિજિટલ મુદ્રા હજુ પણ બિટકોઈન જ બનેલી છે અને તેના પછી ઈથેરિયમનો નંબર આવે છે. મતલબ છે કે ભારત સરકારે શિયાળું સત્રમાં રજૂ કરવા માટે ક્રિપ્ટોકરન્સી બિલનું ફોર્મેટ તૈયાર કરી લીધું છે. તેવામાં સંકેત મળી રહ્યા છે કેસ ટૂંક સમયમાં સરકાર ક્રિપ્ટોકરન્સી પર પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની છે. કેન્દ્ર સરકાર આ શિયાળા સત્રમાં 26 નવા બિલને રજૂ કરશે. જેમાં ત્રણ અધ્યાદેશ પણ સામેલ છે. મંગળવારે શાંજે શિયાળા સત્ર માટે રજૂ કરવામાં આવેલા લેજીસ્લેટીવ એજન્ડામાંથી આ જાણકારી મળી છે.

તેમાં સૌથી વધારે નજર ક્રિપ્ટોકરન્સી બિલ પર ટકેલી છે. જોકે સરકાર ક્રિપ્ટોકરન્સીને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરશે અથવા કેટલીક શરતો સાથે તેના ટ્રેડિંગની પરવાનગી આપે છે તે હવે બિલ રજૂ થવા પછી જ ખબર પડશે. ઝીરોદાના સંસ્થાપક નિખિલ કામતે પોતાના ટ્વીટર અકાઉન્ટથી ટ્વીટ કરતા કહ્યું છે કે, જો સરકાર ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા બિલ ધ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 હેઠળ ભારતમાં તેની પર પ્રતિબંધ લગાવે છે તો બિટકોઈન સહિત દુનિયાની બધી ડિજિટલ કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp