ક્રિપ્ટોકરન્સીને બિલકુલ પ્રોત્સાહન આપી શકાય નહીં: RBI ગર્વનર, શક્તિકાંત દાસ

PC: PIB

ક્રિપ્ટોકરન્સી ફાયનાન્શીઅલ સ્ટેબિલીટી અને મોનેટરી સ્ટેબિલીટી માટે મોટું જોખમ છે એવું RBI ગર્વનર શક્તિકાંત દાસે પીટરસન ઇન્સ્ટિટયુટી ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના એક કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું હતું.

તેમણે કહ્યું કે,ક્રિપ્ટોકરન્સીને નાણાકીય વ્યવસ્થા પર કોઇ પણ સંજોગોમાં હાવી ન થવા દેવાઇ. આ બેકીંગ સીસ્ટમ માટે પણ જોખમી છે.

ક્રિપ્ટોકરન્સી એવી પરિસ્થિતિ ઉભી કરી શકે કે કેન્દ્રીય બેંક અર્થતંત્રમાં નાણાં પુરવઠા પરનો અંકુશ ગુમાવી બેસે. ક્રિપ્ટોકરન્સીને બિલકુલ પ્રોત્સાહન ન આપી શકાય.

શક્તિકાંત દાસે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી વિશે સવાલ ઉઠાવનરો ભારત પહેલો દેશ હતો.તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીની ઉત્પતિ સીસ્ટમને બાયપાસ કરવા માટે થઇ છે.ક્રિપ્ટો એક પ્રકારની વર્સ્યુઅલ કરન્સી જેને ડિજિટલ કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે.ક્રિપ્ટોમાં બિટકોઇન દુનિયાભરમાં ફેમસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp