બોન્ડના મળેલા વ્યાજ પર કેટલો ટેક્સ લાગે? આ માહિતી તમને કામ લાગી શકે છે

PC: livemint.com

સામાન્ય રીતે રોકાણકારો ઇક્વિટી અને ડેબ્ટમાં રોકાણ કરતા હોય છે. આપણા દેશમાં ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઘણા પ્રકારના બોન્ડ ઉપલબ્ધ છે. તેને ખરીદતા પહેલાં એ જાણવું જરૂરી છે કે બોન્ડસમાંથી મળેલી આવક પર કેટલો ટેક્સ લાગે છે.

બોન્ડ પૈસા એકત્ર કરવાનું એક માધ્યમ છે. બોન્ડ દ્રારા  ભેગી કરવામાં આવેલું ફંડ દેવાની શ્રેણીમાં આવે છે. સરકાર અને કંપનીઓ બોન્ડ બહાર પાડે છે. સરકાર જે બોન્ડ બહાર પાડે છે તેને સરકારી બોન્ડ કહેવામાં આવે છે અને કંપનીઓ જે બોન્ડ બહાર પાડવામાં આવે છે તેને કોર્પોરેટ બોન્ડ કહેવામાં આવે છે. સરકાર અને કંપનીઓ તેમની આવક અને ખર્ચને પહોંચી વળવા માટે બોન્ડ બહાર પાડીને પૈસા ઉધાર લે છે.

આપણા દેશમાં ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઘણા બોન્ડસ ઉપલબ્ધ છે. કેટલાંક બોન્ડ ટેક્સ બેનિફિટ્સ ઓફર કરે છે, તો કેટલાંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધારે વ્યાજ મળે છે. જયારે કેટલાંક બોન્ડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ચૂકવવાનું હોતું નથી.

બોન્ડસને ખુબ જ સલામત માનવામાં આવે છે. ખાસ કરીને સરકારી બોન્ડ. આમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે વ્યાજ દર પહેલેથી જ નક્કી હોય છે. બોન્ડમાંથી થતી કમાણી પર ટેક્સ લાગે છે. તેથી, બોન્ડ ખરીદતા પહેલા, રોકાણકારે જાણવું જોઇએ કે કયા પ્રકારના બોન્ડ પર ટેક્સ રેટ શું છે. અમે અહીં તમને અલગ અલગ બોન્ડ પરના ટેક્સ વિશે માહિતી આપીશું.

54 EC BOND- આ એક લિસ્ટેડ બોન્ડ છે અને હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા,રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન અને પાવર ફાયનાન્સ કોર્પોરેશન દ્રારા જારી કરવામાં આવે છે. આ બોન્ડસમાંથી મળેલા વ્યાજ પર રોકાણકારની આવકના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાદવામાં આવે છે. મતલબ કે રોકાણકારની આવકના ટેક્સ સ્લેબ અનુસાર વ્યાજ પર ટેક્સ લાગશે.

Listed Bond-    આ એક વર્ષથી વધુ સમયની મુદત સાથે લાંબા ગાળાના બોન્ડ છે. આ બોન્ડમાંથી મળેલા વ્યાજ પર પણ ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લાગે છે. આ સિવાય તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ સ્લેબ રેટ પર આધારિત છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ રેટ 10.4 ટકા છે.

Tax Free Bond-  આ લિસ્ટેડ બોન્ડસ પણ છે. આ પાકતી મુદત પહેલાં ટ્રાન્સફર કરી શકાય છે. એક વર્ષથી વધુ સમયગાળાના બોન્ડસમાંથી મળેલા વ્યાજ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ સ્લેબ મુજબ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સનો દર 10.4 ટકા છે. તો, સેક્શન 10 (15) ટેક્સ ફ્રી બોન્ડ, જે 3 વર્ષથી વધુ સમયની મુદત ધરાવે છે,તેનો લાંબા ગાળાનો મૂડી લાભ દર 20.8 ટકા છે. આ પણ લિસ્ટેડ બોન્ડસ પણ છે. આ પાકતી મુજત પહેલાં ટ્રાન્સફર કરી શકાય છે. આ બોન્ડમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાંથી મળતું વ્યાજ પણ સ્લેબ મુજબ કરપાત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp