ઓગસ્ટ મહિનાથી ઘટી જશે ઈન હેન્ડ સેલેરી, લાગૂ થશે આ જૂનો નિયમ

PC: indiatimes.com

કોરોના વાયરસ મહામારીના સમયે કર્મચારીઓ સુધી વધારે ઈન હેન્ડ સેલેરી પહોંચાડવાના ઉદ્દેશથી સરકારે PF થી જોડાયેલી રાહત ભરી જાહેરાત કરી હતી. સરકારે રાહત આપતા મે, જૂન અને જુલાઇ 3 મહિના સુધી કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) ફાળામાં 4 ટકાનો ઘટાડો કર્યો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ રાહત ઉપાયનો સમય હવે સમાપ્ત થઇ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાથી હવે ફરીથી કર્મચારી અને નિયોક્તાને 12-12 ટકા પીએફ ફાળો આપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, મે મહિનાની શરૂઆતમાં નાણામંત્રી સીતારમને EPF ફાળામાં ત્રણ મહિના સુધી 4 ટકાનો ઘટાડો કરી દીધો હતો. તેના પરિણામરૂપે લગભગ 6.5 લાખ કંપનીઓના કર્મચારીઓને દર મહિના લગભગ 2250 કરોડ રૂપિયાની લિક્વિડિટીનો ફાયદો મળ્યો છે. નિયમ અનુસાર, કર્મચારી અને કંપનીને મળીને કર્મચારીનો બેસિક પગાર+ મોંઘવારી ભથ્થુ દર મહિને PF યોગદાનના રૂપમાં જમા કરાવવાની રહે છે. જેમાં 2 ટકા કર્મચારીનો ફાળો અને 2 ટકા કંપનીનો ફાળો રહે છે.

સરકારના આ રાહત ઉપાયથી કર્મચારીની ઈન હેન્ડ સેલેરીમાં 3 મહિના સુધી તેના બેસિક + મોંઘવારી ભથ્થાના 4 ટકા બરાબર રમકનો વધારો થયો. ઉદ્યમો અને રાજ્યોની PSUના કર્મચારીના મામલામાં કંપનીએ પોતાનો પૂરો 12 ટકાનો ફાળો આપ્યો અને કર્મચારીઓ દ્વારા 10 ટકાનો ફાળો આપવામાં આવ્યો.

હવે આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનાથી કર્મચારીઓ અને કંપનીઓ બંનેએ પહેલાની જેમ EPF ફાળો આપવાનો રહેશે. આ રાહત ઉપાયની જાહેરાત કરતા શ્રમ મંત્રાલયે એવું પણ કહ્યું હતું કે, જો કોઇ ઈચ્છે તો તેઓ આ ત્રણ મહિના દરમિયાન EPFમાં 10 ટકાથી વધારાનો ફાળો આપી શકે છે.

નોકરી કરનારા લોકોના પગારની રકમ બે ખાતામાં જાય છે. પહેલો EPF અને બીજો EPS હોય છે. કર્મચારીની બેઝિક સેલરીના 12 ટકા ભાગ EPFમાં જમા થયા છે. દીકરા-દીકરીના લગ્ન, ભાઈ-બહેન કે પોતાના લગ્ન માટે PF ખાતામાંથી રકમ ઉપાડવા માગતા હોઉ તો તમે PF અકાઉન્ટમાંથી માત્ર 50 ટકા રકમ જ ઉપાડી શકો છો. તેના માટે જરૂરી છે કે તમને નોકરી કરતા 7 વર્ષ પૂરા થયા હોઈ. EPFનો ઉપયોગ મોટા ભાગે નિવૃત્તિ પછીની જરૂરતોને પૂરી કરવા માટેનો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp