અરવલ્લીના ખેડૂતોએ સરકારના સરવે પર ઉઠાવ્યા સવાલ, નુકશાન ઓછુ બતાવવામાં આવે છે

PC: newsstate.com

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોની મુશ્કેલીઓ જોઈએ સરકાર દ્વારા વીમા કંપનીઓને ઝડપથી સરવે કરવાની સુચના આપી છે પરતું વીમા કંપનીના માણસો સરવે કરવામાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ખેડૂતોના એવા પણ આક્ષેપ છે કે, એક પણ પાંદડું લીલી હોય તો તે પાકને નુકશાનીમાં ગણવામાં આવતો નથી અને વીમા કંપનીમાં માણસો 30% કરતા વધારે નુકશાનીનો સરવે કરતા નથી. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના ખેડૂતોના આક્ષેપ સરકારી અધિકારી પર છે કે, તેમને નુકશાનીનો સરવે કર્યો છે, પરંતુ પેપર પર માત્ર 33% કરતા ઓછું નુકશાન બતાવ્યું છે.

બાયડમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે ખેડૂતોનો મગફળી, કપાસ અને સોયાબીનનો પાક સાવ નિષ્ફળ ગયો છે. સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે પણ ખેડૂતો સરવે કરવામાં બેદરકારી રાખી હોવાના આક્ષેપ સરકારી અધિકારીઓ પર કરી રહ્યા છે. સરકારી અધિકારીઓ ઢીલી કામગીરીના કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, સરવેને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ખેડૂતોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજુબાજુના ગામડાઓના અંદર 2થી 3 ઇંચ વરસાદ પડવાના કારણે ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે. સરકારની અંદર અમારી એવી રજૂઆત છે કે, દરેક સમાજના ખેડૂતોને વળતર મળે તેવી અમારી માગણી છે. વરસાદના કારણે જે નુકશાન થયું છે, તે ઘાસ ઢોરને અપાય તેવું પણ નથી. સરકારે જે રીતે જાહેરાત કરી તે રીતે કોઈ સરવે કર્યો નથી. આ ગંભીર બાબત છે એટલે સરકારે તાત્કાલિક કોઈ નિર્ણય લેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp