મંદી આવે કે ખોટ થાય, ભારતની આ 5 કંપનીઓ સૌથી ઝડપથી આગળ વધી રહી છે

PC: outlookbusiness.com

જાણીતી બિઝનેસ મેગેઝીન દર વર્ષે ભારતમાં સૌથીવધુ ઝડપથી વધી રહેલી કંપનીઓ પર સ્ટડી કર છે. આ વર્ષે તેમણે પોતાના માપદંડો પર થોડો બદલાવ કરીને એવી કંપનીને સ્ટડીમાં શામેલ કરી જેનું ટર્નઓવર 1000 કરોડ રૂપિયાથી વધુ છે. આ વર્ગમાં કુલ 647 કંપનીઓ શોર્ટલિસ્ટ થઈ, જે પાછલા ત્રણ વર્ષથી લગાતાર ગ્રોથ કરી રહી છે. પછી આ 647 કંપનીઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી.

1 - સુપર કંપનીઓ - જેની કુલ ઈન્કમ એક લાખ કરોડથી વધુ છે.

2 - લાર્જ કંપનીઓ - જેની કુલ ઈન્કમ 50 હજાર કરોડ રૂપિયાથી 1 લાખ કરોડની વચ્ચે છે.

3 - મીડિયમ કંપનીઓ - જેની કુલ ઈન્કમ 10 હજાર કરોડથી 50 હજાર કરોડની વચ્ચે છે.

4 - નાની કંપનીઓ - જેની કુલ ઈન્કમ 1 હજાર કરોડથી 10 હજાર કરોડની વચ્ચે છે.

અમે તમને લાર્જ કંપનીઓની કેટેગરીમાં આવતી એ પાંચ કંપનીઓ વિશે જણાવીશું જે લગાતાર કમાણી કરી રહી છે અને દેશના માર્કેટને મજબૂત આધાર પૂરો પાડી રહી છે.

1 - મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ

શું કરે છે?

કાર બનાવે છે. પેસેન્જર વ્હીકલ બનાવનાર ભારતની પહેલી અને દુનિયાની ચોથી સૌથી મોટો કંપની છે. 2017-18માં ભારતમાં ડોમેસ્ટિક પેસેન્જર વ્હિકલ માર્કેટમાં તેની ભાગીદારી લગભગ 50% હતી.

કેટલી કમાણી કરી?

છેલ્લા 3 વર્ષમાં તેનું ટર્નઓવર દર વર્ષે સરેરાશ 16.48%ના દરે વધ્યું છે જે લાર્જ કંપનીઓમાં સૌથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્ચ 2018 સુધી કુલ કમાણી 81,808 કરોડ રૂપિયા છે.

2 - તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ (TCS)

શું કરે છે?

કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યૂશન કંપની છે.

કેટલી કમાણી કરી?

એપ્રિલ 2014થી માર્ચ 2018 વચ્ચે TCSનો સ્ટેન્ડઅલોન પ્રોફિટ 18,475 કરોડ રૂપિયાથી 25,241 કરોડ રૂપિયા થઈ ગયા. છેલ્લા 3 વર્ષમાં તેનું ટર્નઓવર દર વર્ષે સરેરાશ 12.79%ના દરે વધ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2018 સુધી તેની કુલ કમાણી 1,03,159 કરોડ રૂપિયા છે.

3 - JSW સ્ટીલ

શું કરે છે?

ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંથી એક છે. 140 દેશમાં વ્યાપાર સાથે તે દેશની સૌથી ઝડપથી વધતી કંપની છે.

કેટલી કમાણી કરી?

છેલ્લાં 3 વર્ષમાં તેનું ટર્નઓવર દર વર્ષે સરેરાશ 8.19%ના દરે વધ્યું. માર્ચ 2017માં તેણે વર્ષનો 3.577 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો જ્યારે તેના આગળના વર્ષે કંપનીને 3,530 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્ચ 2018 સુધીની તેની કુલ કમાણી 65,188 કરોડ રૂપિયા છે.

4 - ઇન્ફોસિસ

શું કરે છે?

ઈન્ડિયા મલ્ટીનેશનલ કોર્પોરેશન કંપની છે જે બિઝનેસ કન્સલ્ટિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ સર્વિસિસ ઉપલબ્ઘ કરાવે છે.

કેટલી કમાણી કરી?

છેલ્લાં 3 વર્ષમાં તેનું ટર્નઓવર દર વર્ષે સરેરાશ 9.94%ના દરે વધ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની 2018 સુધીની કુલ કમાણી 65,960 કરોડ રૂપિયા છે. કુલ રેવેન્યૂના 25% ડિજિટલ સેગ્મેન્ટમાંથી આવ્યા છે.

5 - ભારતી એરટેલ

શું કરે છે?

ઈન્ડિયાની સૌથી મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. કંપનીનો સાઉથ એશિયા અને આફ્રિકા સહિત 16 દેશોમાં બિઝનેસ છે.

કેટલી કમાણી કરી?

જિયોના આવવાના કારણે એરટેલ છેલ્લા 15 વર્ષોમાં 2017-18ના છેલ્લાં ક્વાર્ટરમાં પ્રથમ વખત ખોટમાં ગઈ હતી. છતાં પણ કંપનીએ માર્કેટમાં 32%ની પોતાની સૌથી વધુ હિસ્સેદારીને અકબંધ રાખી. છેલ્લાં 3 વર્ષમાં તેનું ટર્નઓવર દર વર્ષે સરેરાશ 8.47%ના દરથી વધ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની 2018 સુધીની કુલ કમાણી 53,898 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp