આ ‘ગાંધી’ સ્ટોકે આપ્યું જોરદાર રિટર્ન, 15 વર્ષમાં આપ્યું 1000 ટકા રિટર્ન
આજે ગાંધી જયંતી છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. આ અવસરે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યો છે. ખેર, એક શેર બજારમાં એક શેર એવો પણ છે, જેનું નામ ગાંધીથી શરૂ થાય છે. આ કારણે જ અમે આ સ્ટોકને ગાંધી સ્ટોક કહી રહ્યા છે. આ સ્ટોકે 15 વર્ષમાં રોકાણકારોને 1000 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે જો કોઇએ 15 વર્ષ પહેલા 3 ઓક્ટોબરે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો તેની વેલ્યૂ હાલના સમયમાં વધીને 11 લાખ રૂપિયાથી વધારે થઇ ચૂકી હશે.
આ છે કંપનીનું નામ
ગાંધી સ્પેશ્યિલ ટ્યૂબ લિમિટેડ શેર બજારમાં લિસ્ટેડ કંપની છે. શેર માર્કેટમાં ગાંધી નામથી નહીં ને બરાબર કંપની છે. BSE અને NSEમાં લિસ્ટેડ આ કંપની ટ્યૂબ બનાવે છે. જેમાં સીમલેસ સ્ટીલ ટ્યૂબ, વેલ્ડિડ સ્ટીલ ટ્યૂબ્સ, કપલિંગ નટ્સ અને ફ્યૂલ ઈંજેક્શન ટ્યૂટ તૈયાર કરે છે. ફેબ્રુઆરી 2007થી કંપનીનો સ્ટોક શેર બજારમાં લિસ્ટેડ છે. રોકાણકારોને ત્યારથી સતત સારું રિટર્ન આપી રહ્યા છે. આવનારા દિવસોમાં રોકાણકારોને કંપની તરફથી સારું રિટર્ન મળી શકે છે.
આ કંપનીના શેરે 15 વર્ષમાં સારુ રિટર્ન આપ્યું છે. 3 ઓક્ટોબર 2008ના રોજ કંપનીના શેરની કિંમત 59.70 રૂપિયા હતી. પછી 29 સપ્ટેમ્બર 2023ના રોડ કંપનીના શેરની કિંમત 683.40 રૂપિયા પર આવી ચૂકી છે. એટલે કે પાછલા 15 વર્ષમાં રોકાણકારોને કંપની દ્વારા 1044.72 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે પાછલા 5 વર્ષમાં કંપનીનું રિટર્ન 98.26 ટકા જોવા મળ્યું છે. એક વર્ષમાં રોકાણકારોને કંપનીના શેરથી 58.65 ટકા કમાણી થઇ છે. હાલના વર્ષની વાત કરીએ તો 32.79 ટકા રિટર્ન આપવામાં આવ્યું છે. પાછલા 6 મહિનામાં કંપનીએ રોકાણકારોને 39.14 ટકા રિટર્ન આપ્યું છે. એક મહિનામાં રોકાણકારોને કંપનીથી 8 ટકાનું નુકસાન થયું છે. પાછલા 5 કારોબારી દિવસોમાં કંપનીના શેર ફ્લેટ જોવા મળી રહ્યા છે.
1 લાખના બનાવી દીધા 11 લાખથી વધુ
15 વર્ષમાં કંપનીએ રોકાણકારોને 1044 ટકા એટલે કે 11 ગણાથી વધારે રિટર્ન આપ્યું છે. જો કોઇ રોકાણકારે 15 વર્ષ પહેલા 59.70 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો 1675 શેર મળ્યા હોત. જેની વેલ્યૂ 683.40 રૂપિયાના હિસાબથી આજની તારીખમાં 11.44 લાખથી વધારે છે. આ રીતે કંપનીએ રોકાણકારોને 15 વર્ષમાં 1 લાખ રૂપિયાના 11 લાખ રૂપિયાથી વધારે કરી આપ્યા છે.
નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp