ગોલ્ડ ફરી 60 હજારને પાર, જાણો દિવાળી સુધીમાં કેટલો રહેશે ભાવ
એકબાજુ શેર માર્કેટ અને બીજી તરફ ગોલ્ડ-સિલ્વરના ભાવો પણ ભાગી રહ્યા છે. શેર માર્કેટ સતત નવા શિખરો પાર કરી રહ્યું છે કો સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. જેને કારણે બજારમાં સોનુ 60,700 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીનો ભાવ પણ 77,600 રૂપિયા પ્રતિ કિલોએ પહોચી ગયો છે.
જણાવી દઈએ કે 10 જૂન પછીથી ભારતીય બજારમાં સોનું તેની ટોચની સપાટીએ છે. તેમ છતાં કનોડિટી એક્સપર્ટ્સ આ બંને કિંમતી ધાતુમાં વધારે તેજીનું અનુમાન લગાવી રહ્યા છે.
આ કારણે સોનામાં તેજી રહેશે
IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, સોના અને ચાંદીની કિંમતોમાં તેજીનો સિલસિલો સતત ચાલુ રહેશે. કોમેક્સ(જિંસ બજાર)માં ગોલ્ડ સાત અઠવાડિયાના તેના હાઈયેસ્ટ લેવલે પહોંચી ગયું છે કારણ કે રોકાણકારોએ અમેરિકાના આર્થિક આંકડાઓ પર વિચાર કર્યો જે મોંઘવારીને પ્રભાવિત કરી શકે છે. સાંથે જ સંભાવના છે કે દેશનો વ્યાજ દર ધારણા કરતા વધારે રહેશે. આ ઉપરાંત યૂરોપીય સેન્ટ્રલ બેંકના એક પ્રમુખ અધિકારીની ટિપ્પણી પછી વૈશ્વિક બોન્ડમાં ઘટાડો થઇ શકે છે. જેને લીધે વિદેશી બજારોમાં સોનાનો ભાવ ઝડપથી 1978 ડૉલર થઇ ગયો. જ્યારે ચાંદીનો ભાવ 25.05 ડૉલરે પહોંચી ગયો છે. જેમાં વધારે તેજી આવવાનું અનુમાન છે. ગ્લોબલ માર્કેટમાં સોનુ 2000થી 2030 ડૉલર પ્રતિ ગ્રામ સુધી પહોંચી શકે છે.
દિવાળી સુધીમાં આટલો થશે સોનાનો ભાવ
અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, વૈશ્વિક બજારને જોતા મારી ધારણા છે કે દિવાળી સુધીમાં ભારતીય બજારમાં સોનાનો ભાવ 64 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તો ચાંદીની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ ગ્રામને પાર જઈ શકે છે. એટલે કે સોના અને ચાંદીની કિંમતમાં હવે ઘટાડો નોંધાય તેની સંભાવના ખૂબ જ ઓછી છે. ડૉલર ઈન્ડેક્સમાં નબળાઈ અને અમેરિકન આર્થિક આંકડાઓમાં ઘટાડાની વચ્ચે આવનારા સમયમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધારે થશે. જેની અસર ભારતીય બજારમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp