માલ બિકતા હૈ વોટ્સઅપ મેં: વેપારીઓ ચતુર બની ગયા

PC: cdn.vox-cdn.com

ઓનલાઇન શોપિંગ અને જીએસટીનાં કારણે ઘટેલી માંગથી વેપારીઓની દિવાળી સમયે જ કમર ભાંગી ગઇ છે. વેપારીઓ હવે પોતાનાં ગ્રાહકોને વોટ્સએપ મેસેજ કરીને પોતાની દુકાનમાંથી ખરીદી કરવા માટે અપીલ કરી રહ્યાં છે.

ઘણા વેપારીઓ ડેટા બેઝમાંથી કસ્ટમર્સને રિકવેસ્ટ કરી રહ્યા છે કે પોતાનાં પરિવાર સાથે બજારમાં જાઓ અને શોપિંગ કરો. કસ્ટમરને પોતાનાં શોપ પર બોલાવવા માટે પહેલીવાર વેપારીઓ દ્વારા આવા મેસેજ થઇ રહ્યા છે. વેપારીઓનાં અનુસાર દિવાળીને માત્ર 7 દિવસ બાકી છે પરંતુ હજી સુધી દેશનાં બજારોમાંથી ગ્રાહકો ગાયબ છે.
ઓફલાઇન રિટેલર્સનાં અનુસાર કસ્ટમર્સ પાસે રોકડ ઓછી છે અને ઇ કોમર્સ કંપનીઓ ઘણા મોટા ડિસ્કાઉન્ટ આફી રહ્યા છે. જેનાં કારણે તેમનાં વેચાણ પર નેગેટિવ અસર પડી રહી છે. ગત્ત દિવાળીની તુલનાએ આ દિવાળીએ નેગેટિવ ગ્રોથ જોવા મળી રહ્યો છે, 30 ટકા જેટલો વેપાર ઘટી ગયો છે. કન્ફેડરેશ ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનાં જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે જો આવું જ રહેશે તો વેચાણ ગત્ત વર્ષની તુલનાએ 50 ટકા જેટલો પણ ઘટી શકે છે.

સીએઆઇટીનાં અધ્યક્ષનાં અનુસાર ટ્રેડર્સને હાલ પોતાનાં સ્ટોકની ચિંતા છે. કારણ કે તહેવારોનાં કારણે તેમણે ઘણો મોટો સ્ટોક ભેગો કર્યો હતો. જો કે ઓનલાઇન સેલ અને રોકડની અછત સહિતની બાબતોનાં કારણે વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
ખાસ કરીને એફએમસીજી પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક્સ, કિચન એપ્લાઇન્સીસ અને એસેરીઝ, લગેજ, ઘડિયાળ, ગિફ્ટ આઇટમ, મિઠાઇ, ડ્રાઇ ફ્રૂટ્સ, હોમ ડેકોર, લાઇટ્ અને ફિટિંગ્સ, ઘડિયાળ, રેડીમેડ ગારમેન્ટ્સ, ડેકોરેશન આઇટમ, ફર્નિશિંગ અને ફેબરિકનાં વેપાર પર સૌથી વધારે સ્લો ડાઉનની અસર પડી છે.

દેશમાં ફેસ્ટિવલની સિઝન નવરાત્રીથી ચાલુ થઇ ચુકી છે જે ભાઇબીજ સુધી ચાલશે. એક મહિના સુધી વેપારીઓ 30થી 40 ટકા વેપાર થઇ જાય છે. જો કે આ વખતે તહેવારની ખરીદી ખઉબ જ ઓછી છે. જેનાં કારણે એસોસિએશન અને વેપારીઓ દ્વારા વ્હોટ્સએપ દ્વારા ગ્રાહકોને બહાર આવવા અને શોપિંગ કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જીએસટી અને ઓનલાઇન કંપનીઓ દ્વારા હેવી ડિસ્કાઉન્ટની પણ વિપરિત અસર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp