સરકાર તમારા ખાતામાં 30 લાખ કરશે જમા: શું છે આવા મેસેજની હકીકત

PC: india.com

રાજ્ય સહિત દેશભરમાં સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. ઈન્ટરનેટ દ્વારા અને જુદી જુદી રીતે લોકોના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવા સહિતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે લોકોને છેતરતા આવા ઠગ અલગ-અલગ માધ્યમથી લોકોને 30 લાખ રૂપિયા આપવાનું વચન આપી રહ્યા છે. જે અંગે ભારત સરકારે એક એલર્ટ જાહેર કર્યું છે.

લોકોને એક મેસેજ આવે છે કે કોઈક સ્કિમ અંતર્ગત તેમને રૂ.30 લાખ મળશે. આ સાથે તેમને ભારત સરકારના લોગા વાળો એક પત્ર પણ મોકલવામાં આવે છે. આ મેસેજ કરનારા આ પત્ર મોકલી એવો દાવો કરે છે કે તમારા 30 લાખ રૂપિયા મંજુર થઇ ગયા છે પરંતુ બેંક ખાતામાં કોઈક મુશ્કેલીને કારણે તે ખાતામાં જઈ શકતા નથી. તમે 10 હજાર રૂપિયા જમા કરો તો 30 લાખ રૂપિયા મળી જશે. આવો મેસેજ કરી ઠગ લોકોને છેતરી રહ્યા છે. કેટલાક લોકોને તો અત્યાર સુધીમાં તેમના શિકાર પણ બનાવી લીધા છે.

લોકોને સાવધાન કરતા PIBએ એક એડવાઇઝરી જાહેર કરી છે અને કહ્યું છે કે, ભારત સરકારનો નકલી પત્ર જાહેર કરીને તમારા બેંક ખાતામાં 30 લાખ રૂપિયા નાખવાની વાત કરે છે જેના બદલામાં તમારી પાસેથી 10 હજાર રૂપિયા માંગી રહ્યા છે. આ અંગે તમારે સાવધાન રહેવું જોઈએ. આવી કોઈ સંસ્થા ભારત સરકાર હેઠળ કામ કરતી નથી. સરકારે આવો કોઈ પત્ર પણ જાહેર કર્યો નથી. આવા ઠગથી સાવધાન રહો અને તેમના દ્વારા અપાયેલા એકાઉન્ટ નંબરમાં કોઈ પૈસા ન નાખો નહીતો તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે.ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે અને જુદા જુદા માધ્યમો દ્વારા લોકોને લાલચ આપી છેતરવામાં આવી રહ્યા છે. તેવામાં ભારત સરકારના નકલી પત્ર બતાવી ઠગ દ્વારા ફરી એકવાર લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp