ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 22%નો વધારો, 10.60 લાખ કરોડને પાર

PC: twitter.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, 09 નવેમ્બર, 2023 સુધીની પ્રત્યક્ષ કર વસૂલાતના કામચલાઉ આંકડામાં સતત વૃદ્ધિ નોંધાઈ રહી છે. ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 12.37 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ગ્રોસ કલેક્શનની તુલનામાં 17.59 ટકા વધારે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન, રિફંડનું ચોખ્ખું કલેક્શન રૂ. 10.60 લાખ કરોડ છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ચોખ્ખા કલેક્શન કરતાં 21.82 ટકા વધારે છે. આ કલેક્શન એફ.વાય. 2023-24 માટે પ્રત્યક્ષ કરવેરાના કુલ બજેટ અંદાજના 58.15 ટકા છે.

જ્યાં સુધી કુલ મહેસૂલ સંગ્રહની દ્રષ્ટિએ કોર્પોરેટ આવકવેરા (સીઆઇટી) અને પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી) માટેના વૃદ્ધિ દરની વાત છે, ત્યાં સુધી સીઆઇટી માટે વૃદ્ધિ દર 7.13 ટકા છે જ્યારે પીઆઇટી માટે 28.29 ટકા (પીઆઇટી ઓન્લી પીઆઇટી)/27.98 ટકા [સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી સહિત પીઆઇટી)]નો વિકાસ દર છે. રિફંડના એડજસ્ટમેન્ટ બાદ સીઆઇટી કલેક્શનમાં ચોખ્ખી વૃદ્ધિ 12.48 ટકા છે અને પીઆઇટી કલેક્શનમાં 31.77 ટકા (પીઆઇટી ઓન્લી પીઆઇટી)/31.26 ટકા (એસટીટી સહિત પીઆઇટી) છે.

1 એપ્રિલ, 2023 થી 09 નવેમ્બર 2023દરમિયાન રૂ. 1.77 લાખ કરોડનું રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp