એલર્ટ! શું તમારી પાસે પણ આવ્યો છે રિવોર્ડ પોઈન્ટનો મેસેજ? જાણો SBIની સલાહ

PC: india.com

SBI દ્વારા હાલમાં તેના ગ્રાહકોને એક SMS મોકલવામાં આવી રહ્યો છે અને તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રાહકોએ એ લોકોથી સાવધાન રહેવાનું છે જે લોકો તમને રિવોર્ડ પોઈન્ટના નામ પર ગિફ્ટ વાઉચર આપવાનો વાયદો કરે છે. બેંકનું કહેવું છે કે આવા લોકોને તમારે ક્યારેય પોતાના ક્રેડિટ કાર્ડની ડિટેલ આપવાની નથી. આ ઉપરાંત OTP (વન ટાઇમ પાસવર્ડ) ક્યારેય શેર કરવો જોઈએ નથી. બેંકે આ મેસેજમાં એક વીડિયોની લિંક પણ શેર કરી છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ પ્રકારની ઠગી થાય છે.

આ રીતે થાય છે ઠગી:

દિલ્હીના રહેવાસી અમિત ચૌહાણે જણાવ્યું કે એક દિવસ તેમને રિવોર્ડ પોઈન્ટ રીડીમ કરવાનો SMS આવ્યો. આ રિવોર્ડ પોઈન્ટ SMS એક ફોર્મ પર લઈ ગયું જ્યાં તેમની પાસે તેમની જાણકારી માગવામાં આવી. તેમાં ઇમેલ, ડેબિટ કાર્ડ વગેરે જેવી જાણકારી પૂછવામાં આવી હતી. જેવું તેમણે આખું ફોર્મ ભર્યું કે થોડી વારમાં તેમની પાસે મોટી રકમના ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવ્યો અને તેમણે જાણ થઈ કે તેમની સાથે ઠગાઈ થઈ છે. આ પછી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કેવી રીતે બચી શકાય છે આ રીતની ઠગાઈથી?

બેંકનું કહેવું છે કે બેંક કે બેંકના અધિકારી તમારી પાસે SMS કે ઇમેલ મોકલીને તમારા બેંક ખાતાની જાણકારી ક્યારેય માંગતા નથી. તેથી હંમેશાં આવા SMS કે ઇમેલથી બચવું જોઈએ. જો તમારી સાથે પણ કોઈ ફ્રોડ થાય છે તો તેની ફરિયાદ તુરંત પોલીસમાં કરવી જોઈએ અને સાથે જ બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ નંબર મારફતે બેંકને પણ તે વિશે જાણ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp