દેશનું અર્થતંત્ર અતિ કંગાળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છેઃ પૂર્વ RBI ગવર્નર

PC: hindustantimes.com

દેશની આર્થિક સ્થિતિને ધ્યાને લેતા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર સી.રંગરાજને જણાવ્યું હતું કે, દેશનું અર્થતંત્ર અતિ કંગાળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. હાલમાં જે વિકાસદરની સ્થિતિ છે એને જોતા લાગતું નથી કે, 2025 સુધીમાં અર્થવ્યવસ્થા 5000 અબજ ડૉલર સુધીની થશે. અત્યારે જે રીતે સુસ્તીના વાદળો અર્થતંત્રમાં ઘરાયેલા છે એની સામે આ લક્ષ્યાંક સુધી પહોંચવું કઠિન છે. આ મુદ્દે થયા પ્રયત્નો સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી છે. વર્ષ 2016માં 8.2 ટકા વિકાસદરની સામે 2019માં 6.8 ટકા પર આવીને વિકાસદર ઊભો છે. ગુરુવારે સી રંગરાજને કહ્યું હતું કે, આજે ભારતની અર્થવ્યવસ્થા 2700 અબજ ડૉલરની છે અને પાંચ વર્ષમાં તેને બમણી કરવાની છે. એવી વાતો થઈ રહી છે. આ માટે વાર્ષિક 9 ટકાથી વિકાસ દર વધવો જોઈએ.

અત્યારની સ્થિતિને ધ્યાને લેતા કોઈ પ્રશ્ન જ નથી કે, આ લક્ષ્યાંક સુધી પહોંચી શકાશે. IBS-ICFAI બિઝનેસ સ્કૂલના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. તમે બે વર્ષ ગુમાવી દીધા છે. આ વર્ષે પણ વિકાસદસ 6 ટકાનીથી નીચે રહેવાનો છે. આવતા વર્ષે પણ સાત ટકા સુધી પહોંચે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પછી જ અર્થતંત્ર સક્રિય થશે. જો દેશનું ગૃહ ઉત્પાદન (JDP) 5,000 અબજ ડૉલર થયું તો વ્યક્તિદીઠ આવક 1800 ડૉલરથી વધીને 3600 ડૉલર થઈ જશે. તેમ છતાં દેશ ઓછી આવક ધરાવતા દેશની શ્રેણીમાં જ રહેશે. વિકસીત દેશની પરિભાષા એવા દેશ સાથે છે જેમાં વ્યક્તિદીઠ આવક રુ.1200 ડૉલર વાર્ષિક હોય. જો ભારત 9 ટકાના દરથી વિકાસ કરે તો તેને મેળવવામાં 22 વર્ષ વીતી જશે.

છેલ્લા ધણા સમયથી દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે એવામાં જાન્યુઆરી મહિનાથી ફ્રીજ અને એસીના ભાવમાં વધારો થવાનો છે. મોંધવારી અને વ્યક્તિની નિશ્ચિત આવક સામે માર્કેટ સક્રિય નથી. આવતા વર્ષથી નવા એનર્જી લેવલિંગ નોર્મ્સ લાગુ થવાના છે. જેના કારણે ફ્રીજ અને એસીના ભાવમાં નોંધપાત્ર વધારો થવાનો છે. બીજી તરફ ડે. ગવર્નર વિશ્વનાથને બેન્કને સલાહ આપી છે કે, છેત્તરપીંડિ અને તેનાથી થતા નુકસાન સામે બેન્ક પોતાની વાત છુપાવવાનું બંધ કરે. વાસ્તવિક સ્થિતિનો ખુલ્લાસો કરે. જો બેન્ક આવું નહીં કરે તો જોખમ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp