અર્થતંત્ર માટે માઠા વાવડ, વર્લ્ડ બેંકે ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટાડી 8.3% કર્યો

PC: forbsindia.com

કોરોના વાયરસના પડકારરૂપી કાળ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને માઠા વાવડ સામે આવ્યા છે. કોરોનાને કારણે પડી રહેલો આર્થિક માર અનેક મોરચે અસર કરી રહ્યો છે. હવે વર્લ્ડ બેંક કહે છે કે, નાણાંકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થા 8.3%ના ઈકોનોમિક ગ્રોથ સાથે આગળ વધશે. નાણાંકીય વર્ષ 2022-23માં આર્થિક વૃદ્ધિદર 7.5% રહેવાનું અનુમાન છે.

આ પહેલા એપ્રિલ 2021માં વિશ્વબેંક ઈન્ડિયન ઈકોનોમીના નાણાંકીય વર્ષ 2021-22માં 10.1%ની ગતિથી આગળ વધશે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું. હવે વર્લ્ડ બેંક પોતાના અગાઉના અનુમાનમાં 1.8%નો ઘટાડો કરીને નવી ટકાવારી સાથે વાત કહી છે. વર્લ્ડ બેંક કહ્યું કે, કોરોના વાયરસની બીજી લહેરના કારણે ભારત સરકારને અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માટે પગલાં ભરવા કઠિન થઈ રહ્યા છે. ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થા બાદ જેમ જેમ સ્થિતિ સામાન્ય થશે એમ ભારત અર્થવ્યવસ્થા ક્ષેત્રે સારૂ પર્ફોમ કરશે. મંગળવારે જાહેર કરેલા વૈશ્વિક આર્થિક રીપોર્ટમાં બેંક કહ્યું કે, ભારતમાં નાણાંકીય વર્ષ 2020-21માં બીજા છ માસિક ગાળા દરમિયાન આર્થિક પ્રવૃતિઓ ફરી પાટા પર ચડી હતી. પણ અચાનક મહામારીની બીજી લહેરને કારણે સેવાક્ષેત્ર સહિત તમામ સેક્ટર પર આશા કરતા વધારે ખરાબ અસર થઈ. આ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા પર દુનિયાની અન્ય અર્થવ્યવસ્થા કરતા વધારે માઠી અસર થઈ છે. મહામારીની શરૂઆત થયા બાદ અર્થવ્યવસ્થાનું ચિત્ર સુધારવું ભારત માટે પડકારજનક છે. દરેક પગલાં ભરવા મુશ્કેલ થઈ પડ્યા છે. વર્લ્ડ બેંકના રીપોર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં વર્ષ 2019માં ચાર ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો.

વિશ્વબેંક એવું પણ કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં 2023 દરમિયાન 6.5 ટકા દરથી વૃદ્ધિ કરી શકાય છે. વિશ્વ બેંકના રીપોર્ટ અનુાર વૈશ્વિક અર્થવ્યવસ્થા 2021માં 5.6 ટકા સુધી વૃદ્ધિ થાય એવી આશા છે. ભારતના નાણાંકીય વર્ષ 2021-22માં જીડીપીમાં 8.3 ટકાનો વધારો થાય એવું અનુમાન છે. કોવિડ-19ના વધતા કેસને કારણે ભારતના અનેક રાજ્યમાં મોટા પ્રતિબંધને કારણે આર્થિક પ્રવૃતિઓ પર એક મોટી બ્રેક લાગી ગઈ હતી. પરિવહન સેવા પણ અટકી ગઈ હતી. માર્ચ 2021 પછીના સમયમાં વિકાસની ગતિ એકાએક ધીમી થઈ ગઈ હતી. વિશ્વ બેંક કહે છે કે,નાણાંકીય વર્ષ 2021ના બજેટ અંતર્ગત મહામારી બાદ અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે આરોગ્ય તેમજ પરંપરાગત આંતરમાળખા પર વધારે ખર્ચ કરવાની કોઈ ચોક્કસ પોલીસીથી મોટો લાભ થશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી સુક્ષ્મ, લઘુ તેમજ મઘ્યમ કક્ષાના ઉદ્યોગને આર્થિક મદદ કરવા માટે અને નોનો પર્ફોર્મિંગ નુકસાનના નિયમોમાં છૂટ આપવાથી વેપારીઓને મોટી રાહત મળી છે. જોકે, ચોક્કસ ઉપાય અને નવી રીતથી આરોગ્ય તેમજ આર્થિકલક્ષી સમસ્યાઓનો નીવેડો લાવવા માટે એક ચોક્કસ પ્રકારની પોલીસીની જરૂર પડી શકે. આંતરમાળખું, ગ્રામિણ વિકાસ તથા આરોગ્યક્ષેત્રે ખર્ચ વધારવાથી અર્થ વ્યવસ્થાને મોટો ફાયદો થશે. કોરોનાની બીજી લહેરમાં અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp