115 દેશો પૈકી ભારતમાં GST બીજા ક્રમે સૌથી વધુ છે: વર્લ્ડ બેન્ક

PC: tribune.com.pk

વર્લ્ડ બેન્કે ભારતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે ભારતમાં લાગુ કરવામાંઆવેલો જીએસટી સૌથી વધુ જટીલ કર પ્રણાલિ છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વના 115 દેશોમાં ભારતમાં ટેક્સ રેટ બીજાક્રમે સૌથી વધુ છે.

કેન્દ્ર સરકારે 1લી જુલાઇ 2017ના રોજ દેશમાં જીએસટી લાગુ કર્યો હતો અને તેમાં પાંચ સ્લેબ 0, 5, 12, 18 અને 28 રાખ્યા છે. આ સ્લેબમાં તમામ વસ્તુઓ અને સર્વિસને રાખવામાં આવી છે. જો કે સરકારે કેટલાક સામાન અને સેવાઓને જીએસટીના દાયરામાંથી બહાર રાખી છે.

ગોલ્ડ પર જીએસટીમાં ત્રણ તો કીમતી પત્થરો પર 0.25 ટકાના રેટથી ટેક્સ લગાવ્યો છે. એ ઉપરાંત શરાબ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રિયલ એસ્ટેટ પર લાગુ થનારી સ્ટેમ્પડ્યુટી અને વીજળીના બીલને જીએસટીમાંથી બહાર રાખ્યું છે. વર્લ્ડ બેન્કે ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટની છ માસિક રિપોર્ટમાં આ મુજબ દર્શાવ્યું છે.

દુનિયામાં 115 દેશોમાં જીએસટી લાગુ કરવામાં આવેલો છે જેમાં 49 દેશોમાં એક સ્લેબ અને 28 દેશોમાં બે સ્લેબની વ્યવસ્થા છે. ભારત સહિત માત્ર પાંચ દેશોમાં જીએસટીના પાંચ સ્લેબ છે. ભારત ઉપરાંત ઇટાલી, લગઝમબર્ગ, પાકિસ્તાન અને ધાના સામેલ છે. રિપોર્ટ અનુસાર આ ચાર દેશોની અર્થવ્યવસ્થા કઠિન તબક્કામાંથી પસાર થઇ રહી છે.

રિપોર્ટ પ્રમાણે ભારતના નાણામંત્રી અરૂણ જેટલીએ 12 અને 18 ટકા સ્લેબને એક કરવાનો વાયદો કર્યો છે પરંતુ ટેક્સમાં સુધારા પછી આ પગલું લેવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં જીએસટી કાઉન્સિલની ગુવાહાટીમાં મળેલી બેઠકમાં 28 ટકાના સ્લેબને લઇને મહત્વપૂર્વ ફેસલો કરવામાં આવ્યો હતો.

પહેલા આ દાયરામાં 228 ચીજવસ્તુઓ અને સેવાઓ આવતી હતી જેને ત્યારબાદ ઘટાડીને 50 સુધી સિમિત કરી દેવામાં આવી છે.

વર્લ્ડ બેન્કે જીએસટી પછી ટેક્સ રિફન્ડની ધીમી રફતાર પર પણ ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર તેની અસર કેપિટલની ઉપલબ્ધતા પર પડે છે. આ રિપોર્ટમાં ટેક્સ પ્રણાલિના નિયમોનો અમલ કરવા માટે થનારા ખર્ચ અંગે પણ મોટા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વર્લ્ડ બેન્કે આંતરરાષ્ટ્રીય અનુભવોના આધારે ભવિષ્યમાં ઉભી થનારી સ્થિતિમાં સુધારો લાવવાની આશા વ્યક્ત કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp