SBIમાં FD ધરાવતા લોકો માટે મહત્ત્વના સમાચાર

PC: livemint.com

દેશની સૌથી મોટી માનવામાં આવતી સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાએ FD પર મળતા વ્યાજદરમાં એક જ મહિનામાં બે વખત ઘટાડો કરતા ખાતેદારોને મોટો ફટકો પડ્યો છે. બેન્કે તમામ પ્રકારની અવધી ધરાવતી FD પર 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. આ માટેના નવા દર તા.27 મેથી લાગુ થઈ જશે. બેન્કે રૂ.2 કરોડ અથવા એનાથી વધારે બલ્ક પર 50 BPS સુધીનો ઘટાડો કર્યો છે. આ શ્રેણીમાં બેન્ક વધુમાં વધુ ત્રણ ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

આ પહેલા પણ બેન્કે આ મહિને FD પર મળનારા વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો. આ જ નહીં સેવિંગ્સ એકાઉન્ટ પર મળનારા વ્યાજમાં પણ મોટો ઘટાડો કર્યો છે. તા. 12 મેના રોજ FDમાં મળતા વ્યાજમાં મોટો ઘટાડો કર્યો હતો. હવે સેવિંગ્સ પર 2.75 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જે અગાઉ 3 ટકા હતું. આ અગાઉ તા. 10 માર્ચના રોજ પણ બેન્કના વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. આ અંગે બેન્કે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું. જે જુદા જુદા રાજ્યની જે તે બ્રાંચને મોકલી દેવામાં આવ્યું હતું.

 

અવધી સામાન્ય નાગરિકો માટે દર વરિષ્ઠ નાગરિકો માટે દર
7થી 45 દિવસ 2.9 3.4
46 થી 179 દિવસ  3.9 4.4
180 થી 210 દિવસ 4.4 4.9
211 થી એક વર્ષ 4.4 4.9
એક વર્ષથી બે વર્ષ 5.1 5.6
બે વર્ષથી ત્રણ વર્ષ 5.1 5.6
ત્રણ વર્ષથી પાંચ વર્ષ 5.3 5.8
પાંચ વર્ષથી દસ વર્ષ 5.4 6.2

 


આ વ્યાજદરની ચર્ચા અનેક ખાતેદારો કરી રહ્યા છે. નેશનલાઈઝડ બેન્કમાં હવે લોકો FD કરાવતા પહેલા બે વખત વિચારશે. 7થી 45 દિવસ પરની રકમ પર જે 3.3 ટકા વ્યાજ મળતું એ ઘટાડીને 2.9 ટકા કરી દેવામાં આવ્યું છે. સિનિયર સિટિઝન માટે જે વ્યાજદર અગાઉ 3.8 ટકા હતું એ ઘટાડીને 3.4 ટકા કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસની મહામારીના કાળમાં અર્થવ્યવસ્થા અને મધ્યમવર્ગની આવકને મોટી અસર થતા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ સામાન્ય લોકોને રાહત આપવા માટેનો નિર્ણય કર્યો હતો. જેમાં રેપોરેટ ઘટાડી દેવામાં આવ્યો હતો. તા.22 મેના રોજ 40 પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો હતો. રેપોરેટ 4.4થી ઘટાડીને 4 ટકા કરી દેવામાં આવ્યો હતો.  આ કારણે અનેક ખાતેદારોને સીધી અસર પહોંચી હતી. જ્યારે નવા ખાતેદારો પણ હવે કોઈ ખાતું ખોલાવતા પહેલા કે રોકાણ કરતા પહેલા વિચાર કરી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp