આ સ્કીમમાં રોકાણ કરવાથી મળશે બમ્પર રીટર્ન, મેચ્યોરિટીના સમયે મળશે વધુ રકમ

PC: passionateinmarketing.com

એક સારા ભવિષ્ય માટે આપણે સૌ રોકાણ કરીએ છે. જો તમે પણ લાંબા સમય માટે કોઈ સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો, આ રીપોર્ટમાં અમે તમને ઘણી એવી યોજનાઓ વિશે જાણકારી આપીશું, કે જેમાં રોકાણ કરવાથી તમને બમ્પર રીટર્ન મળશે.

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ

પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ રોકાણ માટે એક સારો વિકલ્પ છે. જો તમે તમારા પૈસાને આ સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે આમાં દર મહીને 10 હજાર રૂપિયાનું રોકાણ પુરા 10 વર્ષ સુધી કરવું પડશે. આ યોજનામાં હાલના સમયે 5.8 ટકા વ્યાજદર મળી રહ્યું છે. એવામાં જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને 10 વર્ષ પછી મેચ્યોરિટી પર કુલ 16 લાખ 28 હજાર રૂપિયા મળશે.

શ્રમયોગી માનધન યોજના

જો તમે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમારા માટે આ સારી સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવાથી શ્રમિકોને 60 વર્ષની વય પછી દર મહીને 3 હજાર રૂપિયાનું પેન્શન મળે છે.

મ્યૂચુઅલ ફંડ SIP

લાંબા સમયના રોકાણ માટે મ્યૂચુઅલ ફંડ SIP એક શાનદાર વિકલ્પ છે. જો તમે લાંબા સમયગાળાથી એક સારા રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો તો, તમારા માટે આ સારો વિકલ્પ છે. મ્યૂચુઅલ ફંડ રોકાણમાં તમને બેંક FD અથવા કોઈ સરકારી સ્કીમમાં વધુ રીટર્ન મળે છે. જો કે, રોકાણ પર મળનારું રીટર્ન માર્કેટના વ્યવહાર પર નિર્ભર કરે છે. મ્યૂચુઅલ ફંડમાં રોકાણ જોખમોને આધીન હોય છે. આમાં રોકાણ કરવા પહેલા તમારે નિષ્ણાંતોની સલાહ જરૂરથી લેવી જોઈએ જો તમે કોઈ પણ જાતની જાણકારી વિના મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરો છો તો, તેમાં તમને એક મોટુ નુકસાન થઇ શકે છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના

જો તમે વરિષ્ઠ નાગરિક છો તો, રોકાણ માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના એક સારો વિકલ્પ છે. હાલના સમયમાં આ સ્કીમમાં રોકાણ કરવાથી 7.4 ટકા વ્યાજદર મળી રહ્યું છે. આ સ્કીમમાં તમે 5 વર્ષ સુધી રોકાણ કરીને 14 લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગું કરી શકો છો.

આ સ્કીમમાં ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછી 60 વર્ષની ઉંમર હોવી જોઈએ. જો તમે આ સ્કીમમાં રોકાણ કરીને 5 વર્ષમાં 14 લાખ રૂપિયા ભંડોળ ભેગું કરવા માંગો છો તો, આ મતે તમારે વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં એક સાથે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

વાર્ષિક 7.4 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ દરની સાથે તમને 5 વર્ષની  મેચ્યોરિટી પર 14,28,964 રૂપિયા મળશે. આ સ્કીમમાં તમને પાંચ વર્ષનો લોક-ઇન સમયગાળો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp