IRDAએ સસ્તી 'કોરોના રક્ષક પોલીસી' લાવવા આપ્યા આદેશ

PC: moneycontrol.com

વીમા નિયામક સંસ્થા IRDA (ઈરડા)એ કોરોનાના દર્દીઓને આર્થિક રીતે કવર કરવા માટે વીમા કંપનીઓને આદેશ આપ્યા છે. IRDAએ વીમા કંપનીઓને સ્ટાન્ડર્ડ બેનિફિટ બેસ્ટ હેલ્થ પોલિસી-'કોરોના રક્ષક પોલીસી' અને 'કોરોના કવચ પોલીસી' લૉન્ચ કરવા માટે આદેશ આપ્યા છે. વીમા કંપનીઓને તા.10 જૂલાઈ પહેલા આ લૉન્ચ કરી દેવા આદેશ કરવામાં આવ્યા છે. IRDAએ જણાવ્યું હતું કે, આ વીમા પોલીસી સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અને સાડા નવ મહિનાની રાખવામાં આવી શકે છે.

સ્ટાન્ડર્ડ કોવિડ વીમા પોલીસી 50 હજાર રૂપિયાના મલ્ટિપલમાં રૂ.50 હજારથી લઈને રૂ.5 લાખ સુધીની નક્કી થઈ શકે છે. આ વીમા પ્રોડક્ટ 'કોરોના કવચ વીમા'ના નામથી લૉન્ચ થવી જોઈએ. આ માટે સિંગલ પ્રિમિયમ પેમેન્ટની સિસ્ટમ રહેશે. કોરોના રક્ષક પોલીસી અંતર્ગત દર્દીને કોરોના પોઝિટીવની સ્થિતિમાં એન્શ્યોડ રકમનો 100% લાભ મળી રહેશે. જોકે, આ માટે સતત 72 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડશે. જ્યારે ઈન્ડમેનિટી હેલ્થ ઈન્શ્યોરન્સમાં પ્લાન અંતર્ગત હોસ્પિટલમાં એડમીટ રહેવા દરમિયાન મેડિકલ ખર્ચા કવર થશે. ડિફાઈંડ બેનિફિટ પ્લાન અંતર્ગત હોસ્પિટલમાં એડમિટ થવા પર વાસ્તવિક ખર્ચ ભલે ગમે એટલો હોય પોલીસી લેનારને એક ચોક્કસ રકમ મળી રહેશે.

આ પોલીસીના પ્રિમિયમ દરેક જગ્યાએ એક જ સરખા હોવા જોઈએ. ક્ષેત્ર કે ભૌગોલિક સ્થિતિના હિસાબથી જુદા જુદા પ્રીમિયમ વસુલી નહીં શકાય. આ વીમા પ્રોડક્ટમાં કોવિડના ઈલાજની સાથે જ કોઈ અન્ય કે જૂની-નવી બીમારીના ઈલાજનો ખર્ચ પણ કવર થવો ડોઈએ. હોસ્પિટલમાં એડમિટ થવા પર, ઘર પર સારવાર કરાવવા પર, આયુષ પદ્ધતિથી સારવાર કરવવા અને હોસ્પિટલમાં એડમિટ થતા પહેલા અને એ પછી ખર્ચને એક કવર મળી રહેશે. જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ એ નિશ્ચિત કરે કે  આ પ્રકારના વીમા પ્રોડક્ટ તા. 10 જૂલાઈ 2020 પહેલા માર્કેટમાં આવી જાય. આ પહેલા પણ કોરોનાના સંકટકાળમાં શોર્ટ ટર્મ પોલીસી લૉન્ચ કરવા માટે IRDAએ પરવાનગી આપી હતી. જેમાં વીમા કંપનીઓ એક ચોક્કસ સમય માટે હેલ્થ ઈન્શ્યોરન્સ કરી શકે છે. જે મધ્યમ વર્ગના લોકો માટે આફતના સમયમાં મળી રહેતી આર્થિક રાહત સમાન છે. તા.31 માર્ચ 2021 સુધી આ શોર્ટ ટર્મ પોલીસીનો ફાયદો વીમા કંપનીઓએ આપવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp