આ ફિલ્મને પછાડી શાહરૂખની ‘જવાન’ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

સની દેઓલની ફિલ્મ ગદર-2 શુક્રવારે શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને પાછળ છોડીને હિંદી સિનેમાની ટોપ ફિલ્મ બની હતી. પણ સની દેઓલ ટોપરનો આ તાજ લાંબા સમય સુધી પોતાની પાસે રાખી શક્યો નહી. થોડા જ કલાકોમાં ગદર-2 બીજા નંબર પર આવી ગઇ અને ફરી એકવાર શાહરૂખ ખાનની ફિલ્મ ટોપ પર આવી ગઇ છે. ગદર-2ને હટાવીને ‘જવાન’ હિંદી સિનેમાની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. જવાનના ટોપ પર રહેવાની જાણકારી રેડ ચીલિઝે આપી છે.
શાહરૂખ ખાનની જવાન ફિલ્મે આખા ભારતમાં 584.32 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 524.53 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો સની દેઓલની ફિલ્મ ગદર-2ની કમાણી 524.75 કરોડ રૂપિયા થઇ ગઇ છે. ફિલ્મે આ આંકડો સાત અઠવાડિયા પછી પાર કર્યો છે. પણ જવાનની કમાણીની સાથે જ હવે ગદર-2 ભારતની બીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. હેરાન કરનારી વાત એ છે કે, ગદર-2 માત્ર 24 કલાક માટે જ હિંદી સિનેમાની ટોપ ફિલ્મ બની શકી. સની દેઓલનો આ તાજ શાહરૂખ ખાને ફરી એકવાર પોતાના નામે કરી લીધો છે.
તમને જણાવીએ કે, ગદર-2 ઓગસ્ટ મહિનાની 11 તારીખે રીલિઝ થઇ હતી. આ ફિલ્મની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી અને રીલિઝ પછી ગદર-2ને સારો રિસ્પોન્સ મળ્યો. તો જવાન સપ્ટેમ્બર મહિનાની 7 તારીખે રીલિઝ થઇ હતી.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાન માટે હાલમાં જ એક નવી ઓફર સામે આવી હતી. જેમાં એકની સાથે એક ટિકિટ ફ્રી ઓફર કરવામાં આવી હતી. એવામાં જવાનના ઘટતા કલેક્શન પર આનો સારો પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે. એટલે જ તો 22મા દિવસે ફિલ્મે ગયા વીકડેઝની સરખામણીમાં સારું કલેક્શન કર્યું. તો આ વીકેન્ડ પર પણ આ આંકડો વધી શકે છે. જે એક નવો રેકોર્ડ બનતો નજર આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp