અંબાણીના મતે 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલર ઈકોનોમી હશે, આ 3 બાબત પર ફોકસ જરૂરી

PC: cnn.com

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં ભારતીય અર્થતંત્ર વિશે ઘણી માહિતી આપવામાં આવી છે. આ સાથે આગળ વધવા માટે 3 મંત્ર પણ આપવામાં આવ્યા છે, જેનાથી તમને મોટો ફાયદો થશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતની અર્થવ્યવસ્થાના વિકાસને જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. આજે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે આજનો સમય વિદ્યાર્થીઓનો સમય છે. વર્ષ 2047 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 3 ટ્રિલિયન ડોલરથી વધીને 40 ટ્રિલિયન ડોલર થઈ જશે.

દીક્ષાંત સમારોહને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે આવનારા દાયકાઓમાં ભારતના વિકાસ માટે આપણે 3 પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આમા થિંક બિગ, થિંક ગ્રીન અને થિંક ડિજિટલ પર ફોકસ કરવાનું રહેશે. આ સાથે ભારતે રિન્યુએબલ એનર્જીમાં પાવર હાઉસ બનવું પડશે. આ સાથે આપણે ક્લીન એનર્જી, બાયો એનર્જી અને ડિજિટલ એનર્જી દ્વારા આગળ વધવું પડશે.

વિદ્યાર્થીઓને સંબોધતા અંબાણીએ કહ્યું કે ક્લીન એનર્જી અને બાયો એનર્જી દ્વારા આપણને આપણા બધાના જીવનમાં ઘણો બદલાવ થતા જોઈશું. આ સાથે એનર્જી સસ્ટેનેબિલિટીમાં પણ મદદ મળશે. ક્લીન એનર્જી, બાયો એનર્જી અને ડિજિટલ એનર્જી ભારતના વિકાસના ગ્રોથ ડ્રાઈવર હશે.

ગ્રીન એનર્જીથી પ્રકૃતિને વેગ મળશે અને આપણે આપણી આવનારી પેઢીઓ માટે પણ પૃથ્વીને સાફ અને સ્વચ્છ રાખવી પડશે, જેથી તે લોકો પણ ગ્રીન એનર્જીને સમજી શકે અને તેને આગળ લઈ જઈ શકે.

બાદમાં પોતાના વિકાસ મંત્ર વિશે જણાવતા મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે બધાએ મોટું વિચારવું જોઈએ. મોટા સપના જોવા જોઈએ. આ સાથે, તમારા સપનાને હિંમત, સંકલ્પ અને અનુશાસન સાથે આગળ વધારવા જોઈએ, જેથી તમે અશક્યને શક્ય બનાવી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp