મુંબઈમાં 1 વર્ષમાં નવા 26 અબજોપતિ ઉમેરાયા, ચીનની રાજધાનીને પછડાટ

PC: newsx.com

હુરુન રિસર્ચે 2024 ગ્લોબલ રિચ લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં મુંબઇમાં એક જ વર્ષમાં 26 નવા અબજોપતિનો ઉમેરો થયો છે. મુંબઇએ ચીનની રાજધાની બેજિંગને પછડાટ આપી છે. ભારતની આર્થિક રાજધાની મુંબઇ હવે એશિયાની અબજોપતિની રાજધાની બની ગઇ છે.

છેલ્લાં 1 વર્ષમાં મુંબઇમાં 26 નવા અરબોપતિનો ઉમેરો થયો તેની સામે ચીનની રાજધાની બેજિંગમાં એક વર્ષમાં 18 નવા અબજોપતિ વધ્યા. દુનિયામાં સૌથી વધારે અબજોપતિ ધરાવતો દેશ અમેરિકા છે. જયાં ન્યુયોર્કમાં 119 અરબોપતિ રહી છે. બીજા નંબરે લંડન છે જ્યાં 97 અરબોપતિ રહે છે અને ત્રીજા નંબરે ભારત છે જ્યાં 92 અબજોપતિ રહે છે. બિજિંગમાં 91 અબજોપતિ રહે છે. એ પછી શાંઘાઇમાં 87, શેન્ઝનમાં 84 અને હોંગકોંગમાં 65 અબજોપતિ રહે છે.

ભારતમાં અમીરો વધુ અમીર  બની રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp