દેશની બેન્કોમાં 8800 કરોડ લાવારિસ, કોઇ દાવેદાર નથી

PC: firstpost.com

ભારતની અલગ અલગ બેન્કોમાં લોકોના 8800 કરોડ પડી રહ્યાં છે અને તેનો કોઇ દાવેદાર નથી. દેશની તમામ બેન્કોમાં આ ધન લાવારિસ પડ્યં છે. સરકારે કેવાયસીના નિયમોને સખ્ત બનાવતાં આ રૂપિયા લેવા કોઇ આવતું નથી.

મોટાભાગના કિસ્સામાં ખાતેદારના મૃત્યુના સંજોગોમાં તેમની ડિપોઝીટ પડી રહી છે. મૃત્ય પામનારના વારસદારો કેવાયસી આપી શકતા નથી તેથી આ રકમ તેમને મળી શકતી નથી.

ભારતીય રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે અલગ અલગ બેન્કોના 2.63 કરોડ ખાતાઓમાં 8864.6 કરોડ રૂપિયાના કોઇ દાવેદારો નથી. 2012 થી 2016 દરમ્યાન લાવારિસ પૈસાનો આંકડો બમણો થઇ ચૂક્યો છે. 2012માં આવા ખાતાઓની સંખ્યા 1.32 કરોડ હતી જે 2016માં વધીને 2.63 કરોડ થઇ છે.

રિપોર્ટ પ્રમાણે 2012માં જમા રૂપિયાની રકમ 3598 કરોડ હતી જે વધીને 2016માં 8864.6 કરોડ થવા જાય છે. રીઝર્વ બેન્કે અન્ય બેન્કોને કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં જે ખાતાઓમાં કોઇ દાવેદાર સામે આવ્યા નથી તેમની યાદી તૈયાર કરીને વેબસાઇટ પર અપલોડ કરવી જોઇએ. આ યાદીમાં ખાતેદારનું નામ અને સરનામું આપવાનું રહેશે.

2005માં આવા ખાતાઓની સંખ્યા માત્ર 917.5 કરોડ હતી જે 2010માં વધીને 1691.1 કરોડ થઇ હતી. આ રકમ બેન્કોમાં પડી રહે છે તે બેન્કને નુકશાન કરાવે છે કારણ કે બેન્કને આ ખાતાની રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના 47 લાખ ખાતામાં 1036 કરોડ જમા છે. કૈનરા બેન્કમાં 995 કરોડ, પંજાબ નેશનલ બેન્કમાં 829 કરોડ છે કે જેનો કોઇ દાવેદાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp