હવે આવ્યો સ્માર્ટ ATMનો જમાનો, ચેક નાંખો અને પૈસા ઉપાડો

PC: mumbailive.com

અત્યાર સુધી આપણે એટીએમમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા ઉપાડતા હતા પણ હવે ટૂંક સમયમાં તમે એટીએમ મશીનમાં તમારો ચેક પણ ભરાવી શકશો. એટીએમ તરત જ ચેક સ્વીકારી લેશે અને તેની જગ્યાએ તરત જ રોકડ ચૂકવશે. કદાચ તમને આ માનવામાં નહીં આવે પણ આ સમાચાર સાચા છે. એટીએમ બનાવતી કંપની એનસીઆર કોર્પોરેશને ચેક ચૂકવણી કરતા નવાં એટીએમ મશીન બનાવ્યા છે. હાલ આ એટીએમ મશીન ચાર શહેરોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આગામી વર્ષે આવા એટીએમ કાનપુર, લખનૌ અને દિલ્હી સહિત 20 શહેરોમાં લગાવવામાં આવશે.

આ રીતે થશે એટીએમમાં ચેકની ચૂકવણી

ખાનગી બેંકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સૌ પ્રથમ તમારે આ એટીએમના લાઇવ ટેલર સાથે કનેક્ટ થવું પડશે જે માત્ર એક ક્લિકથી થઈ જશે. ભાષા પસંદ કર્યા પછી તમે સીધા જ બેંક કર્મચારી સાથે જોડાઈ જશો. એકવાર કર્મચારી સાથે જોડાતા જ એટીએમનું સંપૂર્ણ નિયંત્રણ બેંક કર્મચારીના હાથમાં આવી જશે. આ કાર્મચારી તમને આગળની પ્રક્રિયા સમજાવશે. નિયુક્ત સ્થાન પર ચેક નાંખ્યા પછી તમારી પાસે તમારી ઓળખ માટેના દસ્તાવેજો માંગવામાં આવશે. આ ડોક્યુમેન્ટ્સને એટીએમમાં લાગેલું સ્કેનર પાંચ સેકંડમાં સ્કેન કરી દેશે. ત્યારબાદ ચેક અને તમારી ઓળખના પુરાવા બેંક કર્મચારીના કમ્પ્યુટરમાં પહોંચી જશે. આ ચેકમાં કરેલી સહી બેંક રેકોર્ડમાં રહેલી તમારી સહી સાથે મેચ કરવામાં આવશે. એકવાર તે ચકાસ્યા પછી એક મિનિટની અંદર જ તમારા હાથમાં રોકડ આવી જશે. રોકડ ઉપાડતી વખતે તમારી પાસે તમારી પસંદનું ચલણ પસંદ કરવાનો અધિકાર પણ તમને મળશે.

હાલ અહીંયા મૂકવામાં આવ્યા છે આ એટીએમ મશીન

એટીએમમાં ચેકની ચૂકવણીની ટેક્નોલોજી પર છેલ્લાં પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું હતું. આખરે સખત મહેનત સફળ થઈ અને તેની સાથે સૌપ્રથમ એનસીઆર કોર્પોરેશને કરાર કર્યો. આ નવા એટીએમ દ્વારા બેરર ચેકથી રોકડ મેળવી શકાય છે. આખી પ્રક્રિયામાં માત્ર એક મિનિટ લાગે છે. તેથી હવે બેંકમાં જઇને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટથી છુટકારો મળશે. બેંકોએ આ એટીએમ મશીનની બેંગલુરુ, મુંબઈ, પૂણે અને ગુરુગ્રામમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપના કરી છે.

24 લાક ઉઠાવાશે લાભ

સ્થાનિક ચેક સાથે આઉટ સ્ટેશન ચેકની પણ ચૂકવણી કરી શકાશે. જો આ બેંકના કરાર અન્ય બેંક સાથે છે તો આ સુવિધાનો લાભ 24 કલાક લઈ શકાશે. તેનો અર્થ એ છે કે તમે અડધી રાત્રે પણ ચેકથી રોકડ મેળવી શકશો. આ એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ વગર માત્ર આધાર નંબર નાંખીને પણ રોકડ નિકાળી શકાશે. આ માટે તમારે આધાર નંબર દાખલ કર્યા પછી બાયોમેટ્રિક ઓળખ આપવી પડશે. કેશ ડિપોઝિટ અને કેવાયસી અપડેટ કરવાનું કામ પણ આ એટીએમ મશીન કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp