હવે ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ભરવા પર આ બેંક 1 ટકા ચાર્જ કરશે

PC: timesnownews.com

આજના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણો વધી ગયો છે. લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શોપિંગથી લઇને પેમેન્ટ સુધી કરવા લાગ્યા છે. ઘણા બધા લોકો ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું પણ ભરે છે. ક્રેડ, રેડ જિરાફ, માઇ ગેટ, પેટીએમ અને મેજિક બ્રિક્સ જેવા પ્લેટફોર્મ્સે ક્રેડિટ કાર્ડથી રેન્ટ ભરવું ફાયદાનો સોદો બનાવી દીધો છે. જોકે, હવે આમ કરવું મોંઘુ પડશે. ICICI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર હવે 1 ટકાનો ચાર્જ લાગશે.

આ બેંકે પોતાના દરેક ગ્રાહકોને આ વિશે મંગળવારના રોજ સૂચિત કરી દીધું છે. આ શુલ્ક 20મી ઓક્ટોબરથી પ્રભાવિત થશે. આ પહેલી વખત છે કે, જ્યારે કોઇ બેંકે ક્રેડિટ કાર્ડથી રેન્ટ ભરવા પર ચાર્જ લગાવવાનું એલાન કર્યું છે. જોકે, હવે એમ મનાઇ રહ્યું છે કે, અન્ય બેંકો પણ જલ્દીથી જ ICICI બેંકની જેમ જ પોતાના ક્રેડિટ કાર્ડથી રેન્ટ ભરવા પર આ પ્રકારનો ચાર્જ લગાવવાનું શરૂ કરી શકે છે. આ બેંકના ગ્રાહકોને મોકલેલા મેસેજમાં કહેવાયું છે કે, પ્રિય ગ્રાહક, 20મી ઓક્ટોબર, 2022થી તમારા ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી રેન્ટ ભરવાના દરેક ટ્રાન્ઝેક્શન પર 01 ટકાનો ચાર્જ લાગશે.

અત્યાર સુધી કોઇ પણ બેંક આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર કોઇ શુલ્ક વસૂલતી ન હોતી. આ કારણે ક્રેડ, રેડ જિરાફ, માઇ ગેટ, પેટીએમ અને મેજિક બ્રિક્સ જેવા પ્લેટફોર્મ્સ પર રેસિપન્ટના ઓપ્શનમાં મકાન માલિકની બેંક એકાઉન્ટ ડિટેલ કે UPI એડ્રેસ ભરી દેતા હતા અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી દેતા હતા. તેના માટે હવે પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન પર 0.46 ટકાથી 2.36 ટકા શુલ્ક વસૂલતા હતા. આ શુલ્ક મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે, MDRના બદલે લેવામાં આવતો હતો. હવે ક્રેડિટ કાર્ડથી રેન્ટ ભરનારાઓએ આ ચાર્જ સિવાય અલગથી 1 ટકા વધારે ચાર્જ ચૂકવવો પડશે.

ICICI બેંકે ક્રેડિટ કાર્ડથી રેન્ટ ભરવા પર ચાર્જ લગાવવાનું કોઇ કારણ નથી બતાવ્યું. જોકે, જાણકારોએ કહ્યું કે, બેંકે ક્રેડિટ રોટેશન માટે રેન્ટ પેમેન્ટ ફીચરનો દુરુપયોગ રોકવા માટે આમ કર્યું હશે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર ATMથી કેશ કાઢવું ઘણું મોઘું પડે છે. તેના માટે ગ્રાહકોએ 2.5-3 ટકા ચાર્જ આપવો પડે છે. આ કારણે કેટલાક લોકો પોતાના મિત્રો કે સંબંધીને મકાન માલિક બનાવીને એકાઉન્ટમાં રેન્ટના નામ પર ક્રેડિટ કાર્ડથી પૈસા મોકલી દેતા હતા અને કેશનો ઉપયોગ કરતા હતા. હવે ચાર્જ લાગવાથી આ કામ બંધ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp