10 મિનિટમાં ભારતથી 100 કરોડની કમાણી કરી ગઈ આ ચીની સ્માર્ટફોન કંપની

PC: cbsistatic.com

તાજેતરમાં જ મોસ્ટ અવેઇટેડ સ્માર્ટફોન OnePlus 6 ભારતમાં લોન્ચ થયો હતો, જેની શરૂઆતની કિંમત 34999 રૂપિયા રાખવામાં આવી હતી. આ સ્માર્ટફોનનો પહેલો સેલ 21 મેના રોજ એમેઝોન અને વનપ્લસ કમ્યુનિટી મેમ્બર્સ માટે રાખવામાં આવ્યા હતો. આ કંપનીએ હવે જાણકારી આપી છે કે, આ ફોનના વેચાણ દરમિયાન પહેલી 10 મિનિટમાં જ 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ફોન વેચાયા હતા. તમને જણાવી દઈએ કે, આ પહેલા OnePlus 5T ફોનના વેચાણ દરમિયાન 1 દિવસમાં 100 કરોડના ફોનનું વેચાણ થયું હતું, જ્યારે OnePlus 6નું 10 મિનિટમાં જ 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું વેચાણ થયું હતું. 

17 મેના રોજ ભારતમાં થયો હતો લોન્ચ...

OnePlusએ પોતાના મોસ્ટ અવેઇટેડ ફોન OnePlus 6ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. કંપનીના આ ફ્લેગશીપ સ્માર્ટફોનનો મુકાબલો iPhone X અને Samsung Galaxy S9 Plus જેવા સ્માર્ટફોન સાથે રહેશે. ભારતમાં ફોનનું વેચાણ 21 મેથી શરૂ થશે, જે એમેઝોન ઇન્ડિયાની સાઇટ પરથી જ ઓર્ડર કરી શકાશે. ભારતમાં OnePlus 6ને બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે એક 6GB/64GB અને બીજો 8GB/128GB.

ભારતમાં OnePlus 6ના 6GB/64GB વેરિયન્ટની કિંમત 34999 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે OnePlus 6ના 8GB/128GB વેરિયન્ટનીસ કિંમત 39999 રૂપિયા રાખવામાં આવી છે. લોન્ચ ઓફર અંતર્ગત પહેલા અઠવાડિયે ફોન ખરીદનારને SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય IDEA તરફથી આ સ્માર્ટફોનની સાથે 370GB ડેટા પણ આપવામાં આવશે.

ફોનના ફીચરઃ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp