રતન ટાટાએ કોરોના સામે લડવા 500 કરોડ આપવાની જાહેરાત કરી

PC: google.com

દેશના ઉદ્યોગકારો ધીમે-ધીમે મન મૂકીને કોરોના વાયરસ સામે લડવા માટે સહાયતા કરી રહ્યા છે, ત્યારે દેશના પ્રસિદ્ધ બિઝનેસમેન રતન ટાટા પણ મદદે આવ્યા છે. ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, ટાટા તરફથી 500 કરોડ રૂપિયાની સહાયતા કરવામાં આવશે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, આ દોડમાં કોવિડ-19 સંકટ સૌથી મોટા પડકારોમાંથી એક છે. ટાટા ગ્રુપની કંપનીઓ હંમેશાં આવા સમયમાં દેશની જરૂરિયાતો સાથે ઉભી રહી છે. આ સમયે દેશને અમારી જરૂરિયાત વધારે છે.

Image

ગુજરાતમાં પણ કોરોના સામે લડવા મળી રહ્યું છે દાન...

મુખ્યમંત્રી રાહતનિધિમાં જે દાન-ફાળાની અવિરત સરવાણી વહી રહી છે તેમાં અત્યાર સુધીમાં 3500 જેટલા વ્યકિત-સંસ્થાઓએ ફાળો સેવાભાવે અર્પણ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુ પટેલે પોતાના વ્યકિતગત રૂ. 1 લાખની સહાય આ ફાળામાં આપી છે. તદ્દઉપરાંત કેશુ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયું છે. કુંડળધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા રૂ. 25 લાખ, સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા રૂ. 21 લાખ અને ખોડલધામ દ્વારા રૂ. 21 લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા રૂ. 1 કરોડ, આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ 1 લાખ, રાજકોટના મુકેશ શેઠ દ્વારા રૂ. 51 લાખ તેમજ ખોડલધામના દિનેશ કુંભાણીના વ્યકિગત ફાળા પેટે રૂ. 11 લાખ મુખ્યમંત્રી રાહતનિધિમાં મળ્યા છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર વાસણા SMVS-ગાંધીનગર દ્વારા રૂ. 21 લાખ અને સુપ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશકુમારે રૂ. 5 લાખ 55 હજાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપેલા છે.

આમ, અત્યાર સુધીમાં અંદાજે રૂ. 12.85 કરોડ જેટલું દાન-ભંડોળ મુખ્યમંત્રી રાહતનિધિમાં સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ – વ્યકિગત દાતાઓએ આપ્યું છે એમ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવતી આ દાન-સહાય આવકવેરાની કલમ-80જી અન્વયે કરમુકત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp