ડિજિટલ પેમેન્ટ માટે હવે નેટની જરૂર નથી! RBIની જાહેરાત, જાણો કઈ રીતે થશે ચુકવણી?

PC: ndtv.in

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સોમવારે ગામડાંઓ અને શહેરોમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે એક માળખું બહાર પાડ્યું છે. આ અંતર્ગત, પ્રતિ ટ્રાન્ઝેક્શન 200 રૂપિયા સુધીની ઑફલાઇન ચુકવણીને મંજૂરી આપવામાં આવી છે. તેની કુલ મર્યાદા 2,000 રૂપિયા હશે. ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ એ વ્યવહારોનો સંદર્ભ આપે છે જેને ઇન્ટરનેટ અથવા ટેલિકોમ કનેક્ટિવિટીની જરૂર નથી.

ઑફલાઇન મોડમાં, રૂબરૂ ચૂકવણી કોઈપણ માધ્યમ જેમ કે કાર્ડ, વૉલેટ અને મોબાઇલ ડિવાઈસથી કરી શકાય છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ વ્યવહારો માટે કોઈ વધારાના વેરિફિકેશન ફેક્ટર (AFA)ની જરૂર પડશે નહીં. પેમેન્ટ ઓફલાઈન હોવાથી ગ્રાહકોને થોડાં સમય પછી SMS અથવા ઈ-મેલ દ્વારા 'એલર્ટ' મળશે. ઑફલાઇન મોડ દ્વારા નાના મૂલ્યની ડિજિટલ ચુકવણી સુવિધાના માળખા અનુસાર દરેક વ્યવહાર માટે રૂ. 200ની મર્યાદા હશે. તેની કુલ મર્યાદા રૂ. 2,000 હશે. કેન્દ્રીય રીઝર્વ બેંકે જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં સપ્ટેમ્બર, 2020થી જૂન 2021 દરમિયાન પ્રાયોગિક ધોરણે ઑફલાઇન વ્યવહારો શરૂ કરવામાં આવ્યા હતા. તેના પર મળેલા ફીડબેકના આધારે આ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું, ઓફલાઈન વ્યવહારો નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે. ખાસ કરીને ગામડાંઓ અને શહેરોમાં આ વ્યવસ્થાને વેગ આપવા માટે આ અપડેશન કરાયું છે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.

કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકોની પરવાનગી પછી જ ઑફલાઇન ચુકવણીનો ઉપયોગ કરી શકાશે. દરમિયાન, ફિનો પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોના ખાતા હવે રેમિટન્સ જમા કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI તરફથી આ પેમેન્ટ બેંકને ઈન્ટરનેશનલ મની ટ્રાન્સફર સર્વિસ માટે મંજૂરી આપ્યા બાદ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો છે. ફિનો બેંકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, RBIએ તેની મની ટ્રાન્સફર સર્વિસ સ્કીમ (MTSS) હેઠળ વિદેશથી રેમિટન્સ સ્વીકારવાની મંજૂરી આપી છે. તે પછી બેંક વિદેશી નાણાકીય સંસ્થા સાથે મળીને ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર પ્રવૃત્તિઓ હાથ ધરવા સક્ષમ બનશે. ફિનો બેંકે જણાવ્યું હતું કે, તેના ગ્રાહકોનો એક હિસ્સો અન્ય દેશોમાં રહેતા ભારતીયોના પરિવારોનો છે. આ સ્થિતિમાં, આ સેવા શરૂ થવાથી, આ ગ્રાહકો વિદેશથી મોકલવામાં આવેલા નાણાં મેળવી શકશે. એટલે કામ સરળ બની જશે. આ સારો નિર્ણય સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp