અમેરિકન ડૉલરની સામે રૂપિયો એક વખત ફરીથી નીચલા સ્તર પર, જાણો સ્થિતિ

PC: indiantvnews.com

ડૉલરની સરખામણીમાં રૂપિયાનું નીચલા સ્તરે પહોંચવાનું ચાલુ જ છે. બુધવારે એટલે કે આજે પણ રૂપિયો એક નીચલા સ્તરે પહોંચી ગયો છે. મુદ્રા માર્કેટમાં ભારતીય અમેરિકન ડૉલરની સરખામણીમાં 82 રૂપિયા પર પહોંચી ગયો છે. અમેરિકન ડૉલરના મુકાબલે રૂપિયો ઓછો થઈને 81.90 પર આવી ગયો છે. સોમવારે રૂપિયો 81.65ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યા પછી મંગળવારે અમેરિકન ડૉલરના મુકાબેલ 14 પૈસા વધીને 81.53 પર બંધ થયો હતો.

આજે 2010 પછી પહેલી વખત અમેરિકન ટ્રેઝરીની યીલ્ડ 4 ટકાથી ઉપર છે. ડૉલર ઈન્ડેક્સ 114.68ની એક નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે. ટ્રેડરે કહ્યું, ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડને સ્થિર કર્યા વગર રૂપિયા માટે ફ્લોર નક્કી કરવો મુશ્કેલ છે. ટ્રેડર્સના કહેવા પ્રમાણે, ભારતીય રિઝર્વ બેંક રૂપિયાનો ભાવ ઘટવાના કારણે ડૉલરનું વેચાણ કરી રહી છે અને સંભાવના છે કે, કેન્દ્રીય બેંક આવું કરવાનું ચાલુ રાખશે.

રૂપિયાના નીચલે સ્તરે આવવા પર આર્થિક મામલાના સચિવે કહ્યું છે કે, સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોષીય ઘાટ 6.4 ટકા રાખવાના લક્ષ્ય પર કાયમ છે અને તેને હાંસલ કરવામાં આવશે. સરકારે બજેટમાં 2022-23માં 14.31 લાખ કરોડ રૂપિયાની માર્કેટ ઉધારીનો લક્ષ્ય છે. તેમાંથી 8.45 લાખ કરોડ રૂપિયા ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ માસ એપ્રિલ-સપ્ટેમ્બરમાં ગતિશીલ કરવાનો લક્ષ્ય છે. મુદ્રા ભંડારમાં કમીનું એક પ્રમુખ કારણ વૈશ્વિક ગતિવિધિઓના કારણે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડાને દામાવા માટે રિઝર્વ બેંક તરફથી કરવામાં આવેલા ડૉલરનો ઉપયોગ છે. આ સિવાય વેપાર ખોટમાં વૃદ્ધિ પણ છે. નિર્યાત અને આયાતના અંતરને વેપાર ખોટ કહેવામાં આવે છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ક્હ્યું હતું કે, મેક્રોઈકોનોમિક પાયો મજબૂત થવાથી રૂપિયાની સ્થિતિ સારી છે. અમેરિકીન ડૉલરના મુકાબલે અન્ય દેશોની મુદ્રાઓમાં જે રીતે ઘટાડો થયો છે, તે ભારતીય રૂપિયાની તુલનામાં ઘણો વધારે છે. બ્રિટિશ પાઉન્ડ ડૉલરના મુકાબલે તૂટીને 40 વર્ષના નીચલા સ્તર પર આવી ગયો છે. આયાત માટે ખર્ચ અને વિદેશી ઉધાર અને તેનું વ્યાજ ચૂકવવા માટે સામાન્ય રીતે ડૉલરની જરૂર હોય છે. તેના માટે કોઈ પણ દેશની પાસે પર્યાપ્ત વિદેશી મુદ્રા ભંડાર જરૂરી હોય છે. ભારત કાચા તેલના 80 ટકા અને ખાદ્ય તેલના 60 ટકા આયાત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp