કેન્દ્ર સરકાર એવા લોકોને હાઉસીંગ લોન આપશે જેમની પાસે ઇન્કમ પ્રુફ કે જામીન નથી

PC: x.com

કેન્દ્ર સરકાર ઓછી અને મધ્યમ આવક વાળા લોકો માટે ઝીરો કોલેટ્ર્લ હાઉસીંગ સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં 20 લાખ રૂપિયા સુધીની લોન માટે ઇન્કમ પ્રુફ કે જામીનની જરૂર નહીં રહેશે. બહુ વધારે દસ્તાવેજો પણ માંગવામા નહીં આવે.

આ સ્કીમ માટે ક્રેડીટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ ફોર લો હાઉસીંગમાં બદલાવ કરવામાં આવશે અને આ હાઉસીંગ લોન 30 વર્ષ માટે આપવામાં આવશે. એવા લોકોને પણ લોન અપાશે જેમની પાસે પોતાનું ઘર કે અન્ય પ્રોપર્ટી છે, પરંતુ પુરતા દ્સ્તાવેજો નથી.

આ યોજના કેન્દ્ર સરકાર ક્યારથી શરૂ કરશે તે વિશે જાણવા મળ્યું નથી, પરંતુ લોકોને મોટી રાહત મળશે. નેશનલ હાઉસીંગ બેંક અને કોર્મશિયલ બેંકો સાથે સરકારની વાટાઘાટો ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp